કેરીનો 65 ટકા જેટલો પાક હજુ આંબા પર હતો ત્યાં તાઉતે વાવાઝોડું ત્રાટક્યું સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.પરિણામે એક અંદાજ મુજબ કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો અને ઇજારદારોને 25 કરોડથી વધુનું નુકસાન થવાની દહેશત વ્યક્ત થઇ રહી છે.
દરમિયાન ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આંબાના અનેક ઝાડનો સોથ વળી ગયો છે. જ્યારે આંબાના મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરી ખરી પડી છે. આ અંગે મળતી વિગત મુજબ સોરઠ એ કેસર કેરીના પાકનું પીઠ્ઠું ગણાય છે. અહિં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર છે. દરમિયાન તાલાલા યાર્ડમાં સોમવારે કેસર કેરીના 22,787 બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ 400થી લઇને 700 રૂપિયા સુધીનો રહ્યો હતો. જ્યારે વાવાઝોડાના પગલે મંગળવારે તાલાલા યાર્ડ બંધ રહેશે.
વધુ વાંચો
ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો
‘તાઉ-તે’ની તબાહીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં: અનેક વૃક્ષો ધરાશાયી થયાં ;સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બન્યો
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268