ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત સાત રાજ્યોમાં અરબી સમુદ્રથી શરૂ થતા વાવાઝોડા ‘તૌક્તે’ નો ખતરો છે.
આ વાવાઝોડું આજે રાત્રે 9 થી 10 સુધી ગુજરાતના પોરબંદર કાંઠે પટકાશે.
તોફાન પોરબંદર અને મહુવા (ભાવનગર) થી પસાર થશે. આ સમય દરમિયાન તોફાનની ગતિ પ્રતિ કલાક 175 કિલોમીટર હોઇ શકે છે.
હાલમાં ચક્રવાત તૌક્તે પાલઘર અને વાપીની સમાંતર લગભગ 150 કિ.મી.ની અંતરે આગળ વધી રહ્યું છે.
હાલમાં આ વાવાઝોડાની પવનની ગતિ પ્રતિ કલાક 165 કિ.મી. છે.
છેલ્લા છ કલાકથી તોફાનનું કેન્દ્ર ગુજરાત તરફ 13 કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. રાત્રીના 10 વાગ્યાની આસપાસ તોફાન ઝફરાબાદ અને રાજુ વિસ્તારને સ્પર્શશે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રત્નાગિરી (400 મીમી) અને ગોવામાં (300 મીમી) થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 60-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
તોફાન જમીનને સ્પર્શ્યા બાદ નબળું પડી જશે પરંતુ આખો દિવસ મુશળધાર વરસાદ સમગ્ર ગુજરાતમાં ત્રાટકશે.
તે રાજસ્થાન પહોંચશે ત્યાં સુધી તોફાન નબળું પડી જશે. તે હિમાલય તરફ આગળ વધશે 18 મેના બપોર સુધીમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં બદલાશે.
ગુજરાતમાં 23 વર્ષ બાદ આટલું મોટું તોફાન આવ્યું છે. આ પહેલા 9 જૂન, 1998 ના રોજ કચ્છ જિલ્લાના કંડલામાં તોફાન આવ્યું હતું. તેમાં 1,173 લોકો માર્યા ગયા અને 1,774 ગુમ થયા.
હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે દોઢ લાખ લોકોને સ્થળાંતર કરાયા છે. પશ્ચિમ કાંઠે હજારો મકાનો ખાલી કરાવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના ડાયરેક્ટર જનરલ (ડીજી) મૃત્યુંજય મોહપત્રાએ જણાવ્યું હતું કે રાજ્યના 17 જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પાંચ નાગરિકોના મોત થયા છે.
આ ઉપરાંત રવિવારે બપોરે મહારાષ્ટ્રના જલગાંવમાં ઝૂંપડી પર ઝાડ પડી જતાં 17 અને 12 વર્ષની બે બહેનોનું મોત નીપજ્યું હતું જ્યારે માતાની હાલત ગંભીર છે.
વળી ગોવામાં રાજ્યમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. તો ત્યાં તમિલનાડુના કન્યાકુમારીમાં એક દિવાલ ધરાશાયી થઈ અને બે લોકોનાં મોત નીપજ્યાં.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતને થશે. દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં કાચા મકાનો સંપૂર્ણ રીતે તૂટી પડશે જ્યારે કાયમી મકાનોને પણ અમુક હદે નુકસાન થશે.
વધુ વાંચો
પ્લાઝ્મા થેરાપી નથી અસરકારક, મધ્યમ ગંભીર દર્દીઓને જ થેરાપી આપવી : ICMR
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268