તમે પણ ના બની જાઓ શિકાર !!!
અજાણ્યા નંબર પરથી કોલ કે વિડીયો કોલ ઉપાડતા પહેલા થઇ જાઓ સાવધાન
ગુજરાત સાયબર એક્સપર્ટ પોલીસ સજ્જ, ખોટી અફવા ફેલાવનારાં સાવધાન !!!
મધ્યપ્રદેશના (Madhya Pradesh) પાટનગર ભોપાલમાં એક કિસ્સો સામે આવ્યો છે
જ્યાં આરોપીઓએ ભોગબનનારને વીડિયો કોલ (Video call) કરીને નગ્ન અવસ્થામાં એક છોકરી સાથે વાત કરાવી.
હવે આ આરોપીઓ રૂપિયા પડાવવા ધમકી આપી રહ્યાં હતા.
આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સાયબર આરોપ સતત વધી રહ્યાં છે.
ભોગબનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે
તેમની પર એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ (Video call) આવ્યો.
કોલ રીસિવ કર્યો તો નગ્ન (Naked) અવસ્થામાં એક છોકરી વાત કરી રહી હતી.
બસ આજ દરમિયાન આરોપીઓએ મોબાઈલ પર સ્ક્રિનશોટ લઈ લીધો.
આ સ્ક્રિનશોટ વાયરલ (Viral) કરવાની ધમકી આપીને રૂપિયા પડાવાના પ્રયાસો થઈ રહ્યાં હતા.
આ તમામ વાત ભોગબનનારે ફરિયાદમાં લખાવી.
આરોપીઓ હવે ગુના આચરવા રુપવાન યુવતીઓનો ઉપયોગ કરે છે.
સાયબર આરોપીઓને Cyber Criminals
રોકવા માટે સરકાર અને પોલિસ સતત પ્રયાસ કરી રહી છે.
મોટી સંખ્યામાં આરોપીઓને પકડીને જેલ ભેગા પણ કર્યાં છે.
પરંતુ તેમ છતાં આરોપીઓ સુધરતા નથી.
સાયબર પોલીસના ASP અંકિત જયસ્વાલે જણાવ્યું કે
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ પછી બ્લેકમેલિંગની ફરિયાદ મળી છે.
પોલીસ આ નંબરને ટ્રેસ કરીને આરોપીઓને પકડવાના પ્રયાસ કરી રહી છે.
ભોગબનનારે પોલીસને જણાવ્યું કે આરોપીઓએ પહેલા ઓછા રૂપિયા માગ્યા હતા.
પરંતુ માગવામાં આવેલી રકમમાં વધારો થઈ ગયો છે.
ફોનની લોક સ્ક્રીન અથવા પેટર્ન ભૂલી ગયા છો? આ સરળ રીતથી સ્માર્ટફોનને કરો અનલોક:
મધ્યપ્રદેશમાં વીડિયો કોલ પર નગ્ન અવસ્થામાં યુવતીને બતાવી રૂપિયા પડાવાની ફરિયાદ મળી છે.
પોલીસે લોકોને અજાણ્યા નંબર પરથી ફોન રીસિવ ના કરવાની સલાહ આપી છે.
પોલીસે કહ્યું કે વીડિયો કોલ પર વાત કરતા સમયે ફ્રંટ કેમેરામાં સૌથી પહેલા હાથ રાખવો
જેથી કરીને આરોપીઓને તમારો ચહેરો નહીં દેખાય અને સ્ક્રિનશોટ નહીં લઈ શકે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268