ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકોની મીટીંગ યોજાઈ
ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ, મીટિંગ રાખવામાં આવેલી જેમાં ટંકારા અને વાંકાનેર તાલુકાનું માજી સૈનિક સંગઠનની સ્થાપના કરવામાં આવી જેનું નામ શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠન ટંકારા અને વાંકાનેર તા. રાખવામાં આવ્યું,
જેમાં ઉપસ્થિત ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત, મહામંત્રી ધીરજભાઈ ઠુંમર, રાજકોટ માજી સૈનિક સંગઠનના ઉપપ્રમુખ ક્રિષ્નસિંહ જાડેજા, તથા મહિલા ઉપ પ્રમુખ અલકાબેન પંડ્યા (એડવોકેટ), અને ધ્રોલ તાલુકાના હરધોળ માજી સૈનિકના પ્રમુખ શ્રી ગિરિરાજ સિંહએ હાજરી આપી હતી અને ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો ઉપસ્થિત રહેલ
મિટિંગમાંમાજી સૈનિકોના હક અંગે ચર્ચા કરેલ જેમાં આપણા ગુજરાત માજી સૈનિકો ના ૧૪ મુદ્દાઓ છે જે વિશે પ્રમુખે જાણકારી આપેલ અને 6 June 2022 ના રોજ શાહીબાગ, અમદાવાદ માજી સૈનિક અને વીર નારીઓ સન્માન યાત્રાનું આયોજન રાખેલ છે તેના માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું શ્રી દયાનંદ માજી સૈનિક સંગઠનમાં હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઇ એન પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાપડા , મહા મંત્રી વનરાજસિંહ, મહામંત્રી મગનભાઈ ભાગ્યા, ખજાનચી અને સલાહકાર મયુરસિંહ ઝાલા, તથા વાંકાનેરના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રીની નિમણૂક કરેલ