પોરબંદર શહેરના ટ્રાફિકથી ધમધમતા વિવિધ વિસ્તારોમાં રેલવે વિભાગ દ્વારા રેલવે ફાટક બનાવવામાં આવ્યા છે. પરંતુ ટે્રન જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે તે સમયે ફાટક બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. દિવસ દરમિયાન ૬થી ૭ વખત ફાટક સટીંગ થતા રાહદારીઓ તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા એમ્બ્યુલન્સ મુશ્કેલી અનુભવે છે. જ્યારે પોરબંદરના જાગૃત સામાજીક કાર્યકર હરભમભાઇ વી. મૈયારીયાએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી ઓવર બ્રીજ તથા અંડરપાસ બનાવવા માંગ કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રીએ રવિવારે ૧૭ જુલાઇના રોજ ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યની એક મહાનગરપાલિકા અને ૯ નરગપાલિકાઓમાં રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે ૪૪૩.૪પ કરોડના કામોને સિદ્ધાંતીક મંજુરી આપી છે. જેમાં જૂનાગઢ, અંજાર, વલ્લભવિદ્યાનગર, હળવદ, ખંભાળિયા, ધ્રાંગધ્રા, આંકલાવ, મોરબી, ધોરાજી જેવા શહેરોમાં ઓવરબ્રીજ બનાવવા માટે મંજુરી આપી દેવામાં આવી છે. નગરો અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા નાગરીકોના સમય અને ઇંધણનો બચાવ કરવા જનહિત અભિગમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી. પરંતુ પોરબંદર શહેરમાં પણ રેલવે ફાટકોના કારણે ટ્રાફિક સમસ્યા દરરોજ સર્જાય છે. પોરબંદરના સામાજીક કાર્યકર હરભમભાઇ વી. મૈયારીયાએ પાલિકાના પ્રમુખ સરજૂભાઇ કારિયાને લેખીતમાં પત્ર દ્વારા રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ પોરબંદર શહેરના જ્યુબેલી-ભદ્રકાલી, રામટેકરી, કુંભારવાડા-ઠક્કર પ્લોટ, તેમજ કડિયા પ્લોટ-સત્યનારાયણ રોડ પર રેલવે ફાટક દિવસમાં ૬થી ૭ વખત બંધ રહેતા ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને અકસ્માત, સગર્ભા પ્રસૃતા બહેનો તેમજ અન્ય બિમાર દર્દીઓને ફાટક બંધ થતા ર૦થી રપ મીનીટ રાહ જોવી પડે છે. કારણ કે બન્ને બાજુ ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. જેના કારણે સમયસર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાતું નથી. પ૦થી ૬૦ ગામડાઓ, સોમનાથ-દ્વારકા રોડ, જામનગર રોડ, પોરબંદર રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલા છે. જેથી વહેલી તકે પોરબંદર શહેરના રેલવે ફાટકો પર અંડરબ્રીજ અથવા ઓવરબ્રીજ બનાવવા માંગ પોરબંદરના સામાજીક કાર્યકરે કરી છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો