મારુતિ સઝુકી ડિઝાયર
આ મારુતિ સુઝુકીની પોપ્યુલર કોમ્પેક્ટ સિડાન કાર છે. કારની માઇલેજ નક્કી કરનારી સંસ્થા ARAI અનુસાર, મારુતિ સુઝુકી ડિઝાયરનો AMT ટ્રાંસમિશન વેરિએન્ટ 24.12kmpl માઇલેજ આપે છે. એટલે કે આ કાર 1 લિટરમાં 2 કિમીથી પણ વધારેની માઇલેજ આપે છે.
ટોયોટા ગ્લેંજા
આ મારુતિ સુઝુકી બલેનો આધારિત ટોયોટાનુ મોડલ છે. કારની સીધી સ્પર્ધા Hyundai i20 અને Tata altroz જેવી ગાડીઓ સાથે રહે છે. આ ગાડીમાં માઇલ્ડ હાઇબ્રીડ ટેક્નોલોજી આપવામાં આવી છે. જેના કારણે આ 23.8kmpl સુધીની માઇલેજ આપે છે.
ટાટા ટિયાગો
આ દેશની સૌથી સુરક્ષિત હેચબેક કારમાંથી એક છે. આ ટાટા માટે એક સક્સેસફૂલ પ્રોજેક્ટ રહ્યો છે. તેની સ્પર્ધા મારુતિ સિલેરીયો અને વેગન આર જેવી ગાડીઓથી રહે છે. ARAI અનુસાર ટાટા ટિયાગોનુ AMT ટ્રાંસમિશન વેરિએન્ટ 23.8kmplની માઇલેજ આપે છે.
મારુતિ સ્વિફ્ટ
આ દેશની સૌથી વધારે વેચાણવાળી ગાડીઓમાંથી એક છે. હાલમાં જ કારનું નવુ મોડલ પણ લોન્ચ થયુ છે જેમાં એન્જીનને બદલવામાં આવ્યુ છે. સાથે જ હવે માઇલેજ પણ વધી ગઇ છે. નવી સ્વિફ્ટ મેન્યુઅલ વેરિએન્ટ 23.20kmpl અને ઓટોમેટીક વેરિએન્ટ 23.76kmplની માઇલેજ આપે છે.
રેનોલ્ટ ક્વિડ
મિની SUV જેવો લૂક આપનારી આ હેચબેક કાર જ્યારે લોન્ચ થઇ ત્યારે ખુબ ચર્ચામાં હતી. પોતાની પ્રાઇસ રેન્જમાં તેનો મુકાબલો મારુતિ સુઝુકી અલ્ટો, એક્સ્પ્રેસો અને ડસ્ટન રેડી ગો જેવી ગાડીઓ સાથે રહે છે. આ ગાડી 22.3kmplની માઇલેજ આપે છે.