ગુજરાત સાયબર એક્સપર્ટ પોલીસ સજ્જ,
ખોટી અફવા ફેલાવનારાં સાવધાન !!!
ઇન્ટરનેટ અને સોશીયલ મિડિયા Internet & Social Media ના વધતાં જતાં ઉપયોગને કારણે સાયબર ક્રાઇમમાં Cyber Crime વધારો થઇ રહ્યો છે
વધુ વાંચો:- ZRC-3308 કોરોના થેરાપી માટે ઝાયડસ એ માંગી ટ્રાયલ ની મંજૂરી Zydus Cadila
જેના કારણે રાજય ગૃહવિભાગે પણ સોશિયલ મિડીયાનો Social Media દૂર પયોગ કરીને ખોટી અફવા ફેલાવનારાં અને સાયબર ક્રાઇમ Cyber Crime કરનારાં ટેકનોક્રેટ ગુનેગારોને ઝડપી પાડવા સાયબર એકસપર્ટ પોલીસને સજજ કરી છે.
આણદ, સાબરકાંઠા સહિત કુલ મળીને
નવા 14 સાયબર પોલીસ સ્ટેશનને મંજૂરી આપી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમમાં સાયબર આશ્વત પ્રોજેક્ટ હેઠળ સાયબર ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, incident response unit
એન્ટી સાયબર બુલિંગ યુનિટ Anti Cyber Bullying Unit,
સાયબર સુરક્ષા લેબ Cyber Security Lab ઉપરાંત
સાયબર પ્રિવેન્શન યુનિટને Cyber Crime Prevention Unit કાર્યરત કરાયુ છે.
ગુજરાતમાં સાયબર ક્રાઇમને નાથવા ગૃહ વિભાગ સજ્જ બન્યુ છે.
સાયબર ક્રાઇમ માટે ૨૪/૭ નો
ફોન નં ૦૭૯-૨૨૮૬૧૯૧૭ શરુ કરાયો છે.
રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સાયબર સુરક્ષાનો પડકાર સર્જાયો છે ત્યારે
રાજ્ય સરકારે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.
ટેકનોલોજીના ઉપયોગ થકી
સાયબર ક્રાઇમ કરનારાં ગુનેગારોને પડકવા માટે
સાયબર આશ્વત પ્રોજેક્ટ
લોન્ચ કરાયો છે.
વધુ વાંચો:- ધોરણ-10 ની માર્કશીટ વગર સ્કૂલોએ ધોરણ-11 માં એડમિશન આપવાનું શરૂ કર્યું
સાયબર ક્રાઇમનો શિકાર બનેલાં 8323 નાગરિકોના કુલ રૂા.18.11 કરોડ જેટલી રકમ પરત આપવામાં આવી છે
જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી છે.
સાયબર બુલિંગનો ભોગ બનતાં યુવક-યુવતીઓને
એન્ટી સાયબર યુનિટ દ્વારા ફોન કરીને માનસિક હિંમત આપીને
કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે.
અત્યાર સુધીમાં 4109 નાગરિકોની ફરિયાદો આધારે કાર્યવાહી કરાઇ છે.
ટેકનોક્રેટ ગુનેગારો મોટાભાગે નાણાંકીય છેતરપિડી કરતાં હોય છે
ત્યારે 7,23,939 લોકોને મેસેજ કરીને સાવચેત કરવામાં આવ્યા છે.
સાયબર સુરક્ષા લેબના માધ્યમથી લોકોના મોબાઇલ ફોન સહિતના ડિવાઇસમાં રહેલાં માલવેર અને સ્પાયવેર દૂર કરીને ડિવાઇસની સુરક્ષિત કરવામાં આવે છે.
આજ સુધી 952 મોબાઇલ ફોન,58 પેનડ્રાઇવ, 2 મેમરીકાર્ડને સ્કેન કરીને વાયરસ દૂર કરવામાં એન્ટી સાયબર યુનિટ મદદરૂપ બન્યુ હતું.
ગૃહમંત્રી જાડેજાએ વધુમાં ઉમેર્યુ કે, સાયબર ક્રાઇમને નાથવા માટે અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયાં છે.
આ ઉપરાંત ગાંધીનગર,ભાવનગર,પંચમહાલ અને જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરી દેવાયાં છે.
આ પોલીસ સ્ટેશનોમાં જુદા જુદા સંવર્ગના 704 જગ્યાઓ મંજૂર કરાઇ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268