આજના જમાનામાં લોકો એક પ્રેમિકાની પણ સંભાળ લઈ શકતા નથી.
પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ 35 મી પ્રેમિકાઓ બનાવ્યા પછી પણ 36 મી પ્રેમિકા વિશે વિચારે તો ?
આ સાંભળીને તમને વિચિત્ર લાગ્યું હશે, પરંતુ આ સાચું છે.
જાપાનમાં એક વ્યક્તિએ સતત 35 પ્રેમિકાઓ બનાવ્યાં અને તે તેનો વ્યસની બની ગયો. આ સમાચાર હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર પોલીસે 35 યુવતી સાથેના સંબંધને કારણે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. તે માણસે બધી પ્રેમિકાઓને પોતાના જન્મદિવસ અલગ અલગ તારીખે છે એવું જણાવ્યું હતું.
અહેવાલો અનુસાર પોલીસે ટાકાશી મિયાગાવા નામના 39 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. તેની પાસે 35 પ્રેમિકાઓ છે.
આ વ્યક્તિને તેની પહેલી ગર્લફ્રેન્ડ દ્વારા બર્થ ડે પર ગિફ્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ તેને ભેટો લેવાનો શોખ શરૂ થયો અને તે માટે તેણે નવી યુવતીઓને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું અને 35 ગર્લફ્રેન્ડ બનાવી.
મહત્ત્વની વાત એ છે કે, તેણે પોતાની જૂની ગર્લફ્રેન્ડને ક્યારેય છોડી નહીં, તે દરેકને સાથે ડેટ કરતો હતો.
તેને આ બધું ફક્ત ભેટ મેળવવા માટે કર્યું. પરંતુ તે દરમિયાન, તેની આ ભૂલે તેને સખત સજા મળવા પાત્ર બનાવ્યો.
આ વ્યક્તિ જે 35 છોકરીઓને પ્રેમ કરે છે તે પાર્ટ ટાઇમ વર્કર છે. તે ઘરે ઘરે માલ વેચવા જાય છે. આ વ્યક્તિ આ બધી છોકરીઓને એક માર્કેટિંગ કંપની દ્વારા મળી હતી.
આ વ્યક્તિએ તેના એક પ્રેમિકાને કહ્યું કે તેનો જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ હતો, જ્યારે બીજાએ તેને કહ્યું કે તેનો જન્મદિવસ જુલાઈમાં હતો. તેણે ત્રીજાને એમ પણ કહ્યું કે તેનો જન્મદિવસ એપ્રિલમાં છે. પરંતુ તેનો અસલી જન્મદિવસ ખરેખર 14 નવેમ્બર છે. તેણે મોંઘી ભેટો મેળવવા માટે આ બધું કર્યું.
જ્યારે તેની 35 પ્રેમિકાઓમાંથી એકને તેના પર શંકા થઈ ત્યારે આ વાત બહાર આવી હતી. તે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.
મિયાગાવાએ બધી 35 છોકરીઓને વચન આપ્યું હતું કે તે તેમની સાથે લગ્ન કરશે. આ વ્યક્તિ હવે જાપાનના રોમિયો તરીકે આખી દુનિયામાં જાણીતી છે.