ગાંધીનગરના નાગરિકો આનંદો: ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે તા. ૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર તથા આસપાસના સુપ્રસિદ્ધ ૧૪ જેટલા ધાર્મિક સ્થાનોએ બસ મારફતે નજીવા દરે દર્શનાર્થે લઇ જવાની ખાસ વ્યવસ્થા શરૂ કરાશે.ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન દ્વારા પ્રવાસ દરમિયાન નાગરિકો માટે બપોરના ભોજન અને સાંજની ચા ની વ્યવસ્થા નિઃશુલ્ક ધોરણે કરવામાં આવશે.સવારે ૮:૧૫ થી સાંજે ૪:૩૦ સુધીમાં નાગરિકોને ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે લઈ જવાશે. પૂખ્ત વયના પ્રવાસી રૂ. ૬૦ અને બાળકો તેમજ સિનિયર સીટીઝન ટિકિટ રૂ. ૩૦ની ટીકીટ સાથે પ્રવાસ કરી શકશે. આ સુવિધા સીટી બસ સ્ટોપ, સેક્ટર- ૬થી ઉપલબ્ધ થશે.ગાંધીનગરના નાગરિકોને પવિત્ર શ્રાવણ માસમાં આ ધાર્મિક પ્રવાસનો મહત્તમ લાભ લેવા અપીલ કરતા મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા.ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં તા.૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા. લી.ના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ૧૪ ધાર્મિક સ્થાનોએ બસ મારફતે નજીવા દરે દર્શનાર્થે લઇ જવાની ખાસ વ્યવસ્થા શરૂ કરાશે જેમાં વાસણીયા મહાદેવ-વાસણ, ગોગા મહારાજ- ઉનાવા, ગાયત્રી મંદીર-માણસા, ઉમિયા મંદિર- માણસા, અસુદેવ મહાદેવ – જામળા, અક્ષરધામ મંદિર, પંચદેવ મંદિર- સેક્ટર -૨૨, જલારામ મંદિર – સેક્ટર ૨૯, સ્વામિનારાયણ મંદિર સેક્ટર–૨, ધોળેશ્વર મહાદેવ, વૈષ્ણોદેવી મંદિર, ત્રિમંદિર, રૂપાલનું ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર, જૈન તીર્થ ધામ મંદિર- મહુડી સહિતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે ૮:૧૫ થી સાંજે ૪:૩૦ સુધીમાં નાગરિકોને ગાંધીનગર તથા આસપાસના ઉપરોક્ત ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે લઈ જવાશે. પુખ્ત વયના પ્રવાસી રૂ. ૬૦ અને બાળકો તેમજ સિનિયર સીટીઝન ટિકિટ રૂ. ૩૦ની ટીકીટ સાથે પ્રવાસ કરી શકશે. આ સુવિધા સીટી બસ સ્ટોપ, સેક્ટર- ૬થી ઉપલબ્ધ થશે.આ ધાર્મિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન દ્વારા બપોરના ભોજન અને સાંજની ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને ગાંધીનગરના નાગરિકો એક જ દિવસમાં સરળતાથી આયોજનબદ્ધ રીતે શહેરના તથા આસપાસના પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોના દર્શન કરી શકે તે માટે મહાનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટે. કમિટી ચેરમેનશ્રી જસવંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ધાર્મિક યાત્રા શરૂ થવા જઈ રહીં છે ત્યારે મહાનગર ભાજપા સંગઠનના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ તેમજ મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાગરિકોને યાત્રા દરમિયાન બપોરના ભોજન તથા ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે ત્યારે તેઓગાંધીનગરવાસીઓને આ ધાર્મિક પ્રવાસનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે તેમજ ગાંધીનગરમહાનગરપાલિકા અને મહાનગર ભાજપા સંગઠન આ ધાર્મિક પ્રવાસમાં સૌ નગરજનોને આવકારવા તત્પર છે તેમ જણાવ્યું છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ