હવે માત્ર રાજ્ય સરકારો જ ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપી રહી નથી. તેનાથી દેશની સૌથી મોટી બેંક પણ એક ડગલું આગળ આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી આપી છે કે તે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે ગ્રીન કાર લોન સ્કીમ લાવી છે. તેના હેઠળ આવી લોન પર 0.20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ઇલેક્ટ્રિક કારની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે SBIએ હાલમાં જ એક ટ્વિટ કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈ-વ્હીકલ ખરીદવા પર તમે સામાન્ય લોનના વ્યાજ દરો કરતા 0.20 ટકા ઓછા વ્યાજ દરે લોન મેળવી શકશો. એટલું જ નહીં પ્રોસેસિંગ ફી પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.
આ છે ગ્રીન લોન પોલિસી
ઉલ્લેખનીય છે કે ગ્રાહકને આ લોન ચૂકવવા માટે 8 વર્ષનો સમય મળે છે અને આ અંતર્ગત SBI પાસેથી વાહનની ઓન-રોડ કિંમતના 100% સુધીની લોન મેળવી શકાય છે. તાજતેરમાં SBI કાર લોનનો વ્યાજ દર વાર્ષિક 7.25 ટકાથી લઈને 7.60 ટકા પ્રતિ વર્ષ સુધીનો છે અને તેના આધારે તમે ગ્રીન કાર લોન માટે 0.20 ટકા ઓછા દરે લોન મેળવી શકો છો. આ સાથે ગ્રાહક પ્રોસેસિંગ ફીમાંથી પણ સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેથી જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો, તો તમે કોઈપણ વિલંબ કર્યા વિના સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં ગ્રીન લોન માટે અરજી કરી શકો છો.
આ છે અન્ય બેંકોના દરો
IDBI બેંક 7.30 ટકાના દરે ઈ-વ્હીકલ લોન આપી રહી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 7.25 ટકાના દરે ઈ-વ્હીકલ લોન આપી રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7.25 ટકાના દરે ઈ-વ્હીકલ લોન આપી રહી છે. પંજાબ નેશનલ બેંક 7.05 ટકાના દરે અને ઇન્ડસઇન્ડ બેંક 7 ટકાના દરે ઈ-વ્હીકલ લોન આપી રહી છે. તેમજ ઘણી ખાનગી બેંકોના પોતાના વ્યાજ દરો છે.