દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ગાયત્રીનગરમાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન છ મહિલાઓ અને બે પુરુષ સહિત આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામ શખ્સોના કબજા માંથી 12 હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી જો કે સાંજનો સમય હોવાથી મહિલાઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી. ખંભાળિયા ખાતે ગાયત્રી નગર વિસ્તારમાં પાણી પુરવઠા ની ઓફિસ સામે આવેલા ખુલ્લા વાડામાં અમુક શખ્સો મહિલાઓ સાથે જુગાર રમતા હોવાની પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેને લઇને મહિલાઓ પોલીસને સાથે રાખી પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા મનહરસિંહ ઉર્ફે મયુર સિંહ બડુભા જાડેજા, વિમલ જીવણભાઈ ધનાણી, કિરણબા રેવતુભા વાળા, કૃપાબા ગીરીરાજસિંહ ઝાલા, કાજલબેન હસમુખભાઈ રાઠોડ, દિવ્યાબેન હસમુખભાઈ રાઠોડ, સુશીલાબેન હસમુખભાઈ રાઠોડ અને મુમતાજબેન મહમદભાઈ રુંજા નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા પોલીસે તમામ શખ્સો ના કબજામાંથી રૂપિયા 12,100 ની રોકડ કબજે કરી બંને પુરુષની અટકાયત કરી હતી. જ્યારે સાંજનો સમય હોવાથી પોલીસે માતા પુત્રીઓ સહિત છ સ્ત્રીઓને નોટિસ આપી બીજા દિવસે હાજર રહેવાની શરતે મુક્ત કરવામાં આવી હતી.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું