કોરોના પોઝિટિવ વરરાજાએ પીપીઇ કિટ પહેરીને આવેલી કન્યાની માંગમાં સિંદુર ભર્યું,
અનોખા લગ્ન – કોવિડ વોર્ડ બન્યો મેરેજ હોલ:
કોરોના મહામારીએ લોકોના જીવનને અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું છે.
છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી લોકોનાં સામાજિક અને સાંસ્કૃતિક જીવનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
જો કે હવે લોકો આ પરિસ્થિતિનો સ્વીકાર કરી રહ્યા છે અને પોતાને જીવનને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
કેરળના તિરુવનંતપુરમના કોરના વોર્ડમાં આ વાતનીં સાબિતિ પણ મળી છે.
તિરુવનંતપુરમની મેડિકલ કોલેજનો કોરોના વોર્ડ આજે થોડા સમય માટે મેરેજ હોલ બન્યો હતો.
કોરોના વોર્ડમાં લગ્ન
એટલે કે આજે આ કોરોના વોર્ડમાં એક જોડાએ લગ્ન કર્યા છે.
કોરોના સંક્રમિત વરરાજાએ પીપીઇ કિટ પહેરીને આવેલી કન્યાની માંગમાં સિંદુર ભર્યો અને બંનેએ એકબીજને ફૂલહાર પહેરાવ્યા.
વાત છે શરન મોન અને અભિરામીની, જે બંને કેનાકારીના રહેવાસી છે.
શરન નામન યુવક વિદેશમાં કામ કરે છે અને
થોડા સમય પહેલા લગ્ન માટે ભારત આવ્યો હતો.
લગ્નની ખરીદી વખતે શરત અને તેની મા જિજિમોલને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
કલેકટર અને અધિકારી પાસે લીધી મંજૂરી
ત્યારબાદ શરન અને તેની માતાને અલાપ્પુજા મેડિકલ કોલેજના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શરત અને અભિરામીના લગ્ન 25 એપ્રિલે થવાના હતા.
બંનેના પરિજનોએ લગ્નને મોકૂફ રાખવાના બદલે આ જ દિવસે લગ્ન કરાવવાનું નક્કી કર્યુ.
જેના માટે કલેક્ટર અને અન્ય અધિકારીઓ પાસેથી અનુમતિ પણ લેવામાં આવી.
ત્યારબાદ આજના દિવસે દુલ્હન એટલે કે અભિરામી પીપીઇ કિટ પહેરીને કોરોના વોર્ડમાં પહોંચી જ્યાં શરત અને તેની માતા દાખલ હતા.
સાથે જ અન્ય પરિવારના લોકો પણ પીપીઇ કિટ પહેરીને અંદર ગયા.
જ્યાં બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી અને શરતે દુલ્હનની માંગમાં સિંદુર ભર્યો.
બાદમાં ત્યાં હાજર વડિલોના આશિર્વાદ લીધા.
વધુ વાંચો: