સમગ્ર રાજ્યમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસ સુધી રાજ્યમાં પાંચ હજાર કરતા વધુ કેસો સામે આવ્યા છે.
આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12નું વર્ગખંડ શિક્ષણ આગામી 10 મે સુધી બંધ રાખવામાં આવેલ છે.
સરકાર દ્વારા અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા કે જે 5 મેથી શરૂ થવાની હતી અને 25 મે ના રોજ સમાપ્ત થવાની હતી તેને મોફૂક કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારે જણાવ્યું કે 15 મે ના રોજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા ની તૈયારી કરવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે. જેનો મતલબ છે કે પરીક્ષા ચાલુ થવાના 15 દિવસ પહેલા ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે.
આ સિવાય ધોરણ 1 થી 9 ના તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે જેમ CBSE બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 ની પરીક્ષા રદ્દ અને ધોરણ 12 ની પરીક્ષા મુક્ત કરવામાં આવ્યું છે તેવી જ રીતે ગુજરાત બોર્ડ એ પણ હવે લેવાનારી બોર્ડની પરીક્ષાને જૂન મહિનામાં રાખવી જોઈએ.
હવે જોવાનું એ રહેશે ગુજરાત બોર્ડ દ્વારા 15મી મેના રોજ શું નિર્ણય લેવામાં આવશે!!