કોઇને રિક્ષામાં તો કોઇને જાહેરમાં પડેલા બાંકડા ઉપર સારવાર, ભાભરમાં દર્દીઓની ખરાબ હાલત:
ભાભરમાં છેલ્લા એક અઠવાડિયાથી દવાખાનામાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને
પગ મુકવાની પણ જગ્યા જોવા મળતી નથી.
પરંતુ દવાખાનામાં બાટલા ચડાવેલા દર્દીઓથી હોલ ભરાયેલા જોવા મળે છે.
ત્યારે પરિસ્થિતી એટલી વણસી છે કે દર્દીઓને જાહેર રસ્તામાં રિક્ષામાં કે જાહેરમાં પડેલા બાંકડા ઉપર સુવડાવીને સારવાર અપાઇ રહી છે.
તો ક્યાંક એક પથારીમાં બબ્બે દર્દીને રખાયા છે.
ગ્રામ્ય વિસ્તારમાં ઉઘાડ પગાઓ પણ આ રોગચાળાની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યા છે.
જેની સામે તંત્ર દ્વારા પણ કોઈ જ તપાસ કરવામાં આવતી નથી.
આ વિસ્તાર સરહદી રણને અડીને આવેલો હોવાથી દિવસ દરમ્યાન રણ તપવાને કારણે ગરમ પવન(લુ) લાગવાથી ગ્રામના લોકોને તાવ, કળતર, આંખોમાં બળતરા,નાક.આંખમાંથી પાણી પડવું જેવી બિમારી થાય છે.
સાથોસાથ ગામડાઓમાં વેચાતાં કૃત્રિમ ઠંડા પીણાં નો ઉપયોગ જે સંપૂર્ણ પ્રતિબંધ છે
તેને લઇ વાયરલ નો વ્યાપક ફેલાવાને લઇ ઘરેઘરે માંદગી જોવા મળે છે.
ત્યારે કેટલાક ડોક્ટરોમાં માનવતા જોવા મળે છે.
આર્થિક પછાત વિસ્તારને ધ્યાને લઇ ચાર્જ લેવાય છે.
તો કોઇક ને બિલકુલ પૈસાની સગવડ નહોય તો તેવા કીસ્સામાં ફ્રિ સારવાર પણ આપવામાં આવી રહી છે.
કદાચ એકાદ બે એવા પણ તબિબ હશે કે માનવતા ભુલિને પરિસ્થીતી નો લાભ લઇને મોટાં નાણાં પણ લેતા હશે
જોકે સારવાર કર્યાની કોઇ વિગત કે ચાર્જ પૈસાની વિગત અપાતી નથી
ત્યારે તબિબો ના મતે વાયરલ ના તાવ કહેવાય છે
એન્ટી બાયોટીક ઇન્જેક્શનો, વિટામીન, કફ નિકળવાની દવા સીટ્રાપેરામોન, એમાકશીન ઇન્જેક્શન, સેફાપેરામોન, જેવી દવાઓ દ્વારા સારવાર કરતાં દર્દીઓને રાહત અનુભવાય છે
સાથો સાથ કોરોના મહામારી પણ ભયંકર હોવાથી દુખદ મૃત્યુના કિસ્સા બની રહ્યા છે.
આમ ભાભર સહિત સરહદી પંથકની પ્રજા ૠતુ ફેર થતાં વાતાવરણનો ભોગ બની રહી છે.
આથી આરોગ્ય તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇને આરોગ્યની ટીમો દ્વારા આંતરિયાળ ગામોમાં આરોગ્યલક્ષી સારવાર કરવામાં આવે તે જરૂરી છે.