ગુજરાતમાં કોરોના મહામારીની અસર સરકારી ભરતી પ્રક્રિયા પર પડી રહી છે.
પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧માં લેવામાં આવવાની હતી તેમ અગાઉ જણાવવામાં આવેલ હતું.
જાેકે કોવિડ-૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલી છે.
આ વાતની જાણકારી ર્ંદ્ઘટ્ઠજ વેબસાઈટ પર આપવામાં આવી હતી અને હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી.
જાેકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે.
જાણકારી મુજબ અંદાજે ૪ લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.
પી.એસ.આઈ કેડર ભરતી-૨૦૨૧ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ જાેતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે.
ગુજરાત પોલીસમાં કુલ ૧૩૮૨ પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.
જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની ૨૦૨ જગ્યા છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે ૯૮ પદ છે.
હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની ૭૨ જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)૧૮, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) ૯, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ૬૫૯, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) ૩૨૪ આ પ્રકારે કુલ ૧૩૮૨ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-૧,૨ અને ૩ની ભરતી માટે આગામી ૧૦મી એપ્રિલે પરીક્ષા યોજાવાની છે.
આ પરીક્ષામાં આઠ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના છે.
નાયબ માહિતી નિયામક વર્ગ-૧, સહાયક માહિતી નિયામક વર્ગ-૨ની પ્રિલિમનરી પરીક્ષા ૧૦ એપ્રિલે સવારે ૧૦ વાગ્યે યોજાશે.
જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-૩ની પરીક્ષા બપોરે ૩ વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાશે.
તે ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જાેતાં જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર ૧૦ પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી હતી.
જેમાં પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા અગાઉ ૪ એપ્રિલે યોજાવાની હતી.
જેની તારીખમાં ફેરફાર થતાં હવે તે ૧૮ એપ્રિલે યોજાશે.
નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષા અગાઉ ૧૮ એપ્રિલે યોજાવાની હતી.
જે હવે ૯મી મેના રોજ યોજાશે.
આ સિવાયની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ મે મહિનામાં યોજાઈ રહી છે.