એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત ઘોઘા વિસ્તારના જુના રતનપર ગામનાં ૧૨૦ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસનો લક્ષ્યાંક એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત ઘોઘા વિસ્તારના જુના રતનપર ગામનાં ૧૨૦ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ હતી. ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ કરી દવા તેમજ શ્રી રેખાબહેન ભટ્ટે બાળકોના લોહીમાં હિમોગ્લોબીનની તપાસ અને શ્રી અંકિતાબહેન ભટ્ટે કૅરેટોમીટરથી આંખ તપાસ બાદ ચશ્માનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘોઘા, ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસના લક્ષાંકને સાર્થક કરવાં શિશુવિહાર ટીમના ચીફ કો- ઓર્ડિનેટર શ્રી હીનાબહેન ભટ્ટ તથા એગ્રોસેલના સી.એસ.આર. સંયોજકશ્રી વિશાલભાઈ શર્મા સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્યની કાળજી લઈ રહ્યાં છે. . . . . .
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું