આઠ મહિના સુધી પાણી માજ રેતું મંદિર જૂઓ શું છે ખાસીયત અને કયાં આવેલું છે આ મંદીર ભારતનું એક મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં રહે છે ડુબેલું, મહાભારતના પાંડવો સાથે ધરાવે છે સંબંધ ઇમારતમાં લગાવેલા પથ્થરને બાથુ પથ્થર કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વર્ગની સીડી છે જયાંથી પાંડવોએ સ્વર્ગ જવાનું હતું
શિમલા,ગુરુવાર પર્યટન સ્થળ અને દેવભુમિ ગણાતા હિમાચલપ્રદેશ રાજયના કાંગડા જિલ્લાના જવાલી તાલુકા મથકથી 10 કિમી દૂર એક અનોખું મંદિર આવેલું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વર્ષમાં 8 મહિના પાણીમાં ડુબેલું રહે છે. માત્ર 4 મહિના જ ભકતો પુજા પાઠ અને દર્શન માટે જઇ શકે છે. એ સિવાય મંદિરની ટોચનો પીરામિડ જેવો ભાગ જ દેખાય છે. આસપાસનો સમગ્ર વિસ્તાર ભારત સરકાર દ્વારા પ્રવાસી પક્ષીઓના આશ્રય સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જળ પ્લાવિત વિસ્તાર પણ છે જયાં પાણી ભરાયેલું રહે છે. જળાશયમાંથી ઉઠતી પાણીની લહેરો જાણે કે દરિયો હોય તેવો અનુભવ કરાવે છે. એપ્રિલ થી મે દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ મંદિરને બાથુ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. નાના મોટા 8 મંદિરોની હારમાળા હોવાથી તેને સ્થાનિક બોલીમાં બાથુ કી લડી તરીકે ઓળખવામાં આવે છે. દૂરથી એક એંગલથી જોઇએ તો જાણે કે માળામાં મોતી પરોવ્યા હોય એવી રીતે હરોળમાં છે. આ મંદિરની ઇમારતમાં લગાવેલા પથ્થરને પણ બાથુ પથ્થર કહેવામાં આવે છે. આ મંદિરોમાં શેષનાગ,ભગવાન વિષ્ણુ અને મુખ્ય મંદિરમાં ભગવાન શિવનું હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકો સમગ્ર મંદિરને ભગવાન વિષ્ણુનું ગણાવે છે પરંતુ મંદિર બાંધકામની શૈલી જોતા શિવમંદિર જણાય છે. મંદિરના પથ્થરો પર ભગવાન વિષ્ણુ, શેષનાગ અને દેવી દેવતાઓની કલાકૃતિઓ કોતરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 6 સદીમાં ગુલેરિયા શાસન દરમિયાન થઇ હતી.. જો કે ઇતિહાસ કરતા પણ આ મંદિરો સાથેની કિવંદતિઓ વધારે પ્રખ્યાત છે. લોકો એવું માને છે કે આ મંદિરોનું નિર્માણ સ્વયં પાંડવોએ કરાવ્યું હતું. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિરમાં સ્વર્ગની સીડી છે જયાંથી પાંડવોએ સ્વર્ગ જવાનું હતું, આ સીડી તૈયાર કરવા માટે 6 મહિના લાગે તેમ હતા પરંતુ સ્વર્ગારોહણ માટે માત્ર એક જ રાતમાં તૈયાર કરવાની હતી. આ કાર્ય માટે ભગવાન શ્રીકૃષ્ણએ મદદ કરી હતી. આ સીડીઓની લોકો પૂજા કરે છે. આનાથી થોડે દૂર એક વિશાળ પથ્થર છે જેને ભીમ દ્વારા ફેંકવામાં આવ્યો હતો. લોકો આ જોખમી સ્થળે 50 મીટર જેટલી ઉચાઇ પરથી ફોટો પડાવવા ઇચ્છુક હોય છે. આથી આ સ્થળે જીવ ગુમાવવાના દાખલા પણ બનેલા છે. આ મંદિરની ટોચ પરથી હિમાલયની ધૌલાધાર પર્વતશ્રેણીનો અદભૂત નજરો જોઇ શકાય છે