આજે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની છે છેલ્લી તારીખ, જો લિંક નહિ કરો તો ભરવો પડશે દંડ AADHAR CARD, INCOME TAX
ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યા મુજબ આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની આજે અંતિમ તારીખ છે. જો તમે આજે એટલે કે 31 માર્ચ સુધીમાં આધારને પાન સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. એટલું જ નહીં ઈન્ક્મ ટેક્સ કાયદા અંતર્ગત તમારે 1000 રૂપિયા દંડ પણ ભરવો પડશે.
નિષ્ક્રિય થઇ જશે PAN
23 માર્ચે કેન્દ્ર સરકારે નાણાં વિધેયક 2021 અંતર્ગત લોકસભામાં આયકર કાનૂન 1961માં જોડવામાં આવેલી કલમ 234Hને પાસ કરી લીધી છે. આ કલમ અંતર્ગત જો તમે સરકારે નક્કી કરેલા સમયગાળામાં આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં કરો તો તમને વધુમાં વધુ 1000 રૂપિયાનો દંડ થશે. એટલું જ નહીં તમારું પાનકાર્ડ પણ નિષ્ક્રિય થઇ જશે.આ રીતે ઈન્ક્મ ટેક્સની સાઈટ પર પાનકાર્ડ અને આધારને કરો લિંક
– ઈન્ક્મટેક્સની વેબસાઈટ પર જાઓ.
– અધર્મ આપેલું નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
– આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ હોય તો સ્ક્વાયર ટીક કરો.
– કેપ્ચા કોડ એન્ટર કરો.
– બાદમાં Link Aadhaar બટન પર ક્લિક કરો.
– તમારું આધાર પાન કાર્ડ સાથે લિંક થઇ જશે.
SMS દ્વારા આ રીતે કરો લિંક
SMS દ્વારા આધાર અને પાન લિંક કરવા તમારે મોબાઈલમાં UIDPAN ટાઈપ કરીને બાદમાં 12 અંકોનો આધાર નંબર ટાઈપ કરો અને બાદમાં 10 અંકો વાળો પાન નંબર લખો. ત્યાર બાદ આ મેસેજને 567678 અથવા 56161 નંબર પર સેન્ડ કરી દો.નિષ્ક્રિય પાનને આ રીતે કરો ઓપરેટીવ
જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય તો તેને ઓપરેટીવ કરી શકાય છે. જેના માટે તમારે મેસેજ કરવો પડશે. મેસેજ બોક્સમાં જઈને રજીસ્ટર્ડ નંબર પરથી 10 અંકોવાળો પાન નંબર અને સ્પેસ આપીને 12 અંકવાળો આધાર નંબર દાખલ કરો. હવે આ મેસેજને 567678 or 56161 પર સેન્ડ કરી દો.
આ રીતે ચેક કરો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં
– ઈન્ક્મટેક્સની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
– ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જઈને સ્ટેટસ ચેક કરો.
– સ્ટેટ્સ ચેક કરવા માટે આધાર અને પાનની જાણકારી ભરો.
– વિગતો ભર્યા બાદ વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. બાદમાં તમને જાણવા મળશે કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં.SMS દ્વારા જાણો તમારું આધાર અને પાન લિંક છે કે નહીં
તમે SMS દ્વારા પણ જાણો શકો છો કે તમારું આધાર અને પાન લિંક છે કે નહીં. આ માટે તમારે મેસેજ બોક્સમાં જઈને UIDPAN 12 અંકોનો આધાર નંબર, 10 અંકોનો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર મેસેજ સેન્ડ કરો.