અમદાવાદમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તમામ આઈસીયુ ગ્રાઉન્ટ ફ્લોર પર સિફ્ટ કરવા માટેનું સૂચન કરતી નોટીસ આપવામાં આવી છે. જેથી એક સપ્તાહમાં જ આ કામગિરી કરવા માટે કહેવામાં આવતા કેટલાક ડૉક્ટરો ખફા પણ છે. કેમ કે, સેફ્ટી, બીયુને લઈને કોર્પોરેશને ફટકાર લગાવ્યા બાદ હોસ્પિટલમાં કડકાઈ કરવામાં આવે તેવા સૂચન કરાયા છે. જેથી એક સપ્તાહમાં અમલ ના થતા આ મામલે કોર્ટને જાણ કરાશે. તેવું કહેવામાં આવ્યું છે.
પહેલા પ્રાઈવેટ હોસ્પેટલને આ સૂચન કરાયું હતું પરંતુ હવે સરકારી હોસ્પિટલોમાં પણ આ આદેશ અપાયો છે એસવીપીમાં 9માં અને 10માં માળે આઈસીયુ છે. હોસ્પિટલમાં કાચ દૂર કરવા અને આઈસીયુ ખસેડવા મામલે પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે અમે આવું થશે તો પેશન્ટને એડમિટ નહીં કરીએ.
સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈસીયુ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. આ ઉપરાંત લગાવવામાં આવેલા કાચ કાઢી લેવાનો પણ કોઈ મતલબ નથી આ એક હાસ્યાસ્પદ નિર્ણય છે. જેથી ડૉક્ટરો એવું પણ કહી રહ્યા છે કે, ગુજરાત હાઈકોર્ટ અને કોર્પોરેશન અને ફાયર વિભાગ આ મામલે ફરી વિચારણા કરી અમને સાંભળે. જો કે, હોસ્પિટલોની આ વાત સામે હજૂ સુધી ફાયર વિભાગે કોઈ સૂચના કોર્પોરેશન તરફથી આપી નથી.