ડિજિટલ વર્લ્ડમાં તમારી પર્સનલ લાઈફ પાસવર્ડ્સની પાછળ છુપાયેલી હોય છે. જો તમે પોતાની માટે કમજોર પાસવર્ડ સેટ કરશો તો તમારા ‘ડિજિટલ ઘર’માં ચોરી થઈ શકે છે. એવામાં અમે તમારા માટે એક ખબરા પાસવર્ડની લિસ્ટ લઈને આવ્યા છીએ. જે વર્ષ 2023માં લોકોએ ઉપયોગમાં લીધા છે.
નબળા પાસવર્ડ થઈ શકે છે ક્રેક
જો તમારૂ તાળુ કમજોર હશે તો ચોરીનો ડર વધારે રહે છે. એવું જ ડિજિટલ વર્લ્ડમાં પણ છે. જો પાસવર્ડ નબળો હશે તો હેકર્સ સરળતાથી તેને ક્રેક કરી શકે છે. ત્યાર બાદ યુઝર્સને ઘણા પ્રકારના ખતરાનો સામનો કરવો પડી શકે છે.
1 સેકેન્ડમાં હેક થઈ શકે છે આ પાસવર્ડ
પાસવર્ડની જે લિસ્ટ આવી છે તેમાં 123456, 1234567890, Admin, 12345678, 12345678, 1234, 12345, 123, Aa123456ને એક સેકેન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે.
ઘણા લોકો રાખે છે આવા પાસવર્ડ
UNKNOWNને ક્રેક કરવામાં 17 મિનિટ સુધીનો સમય લાગે છે. 123123, 1234567, 111111, Password, 12345678910, 000000ને એક સેકેન્ડથી પણ ઓછામાં ક્રેક કરી શકાય છે.
આ પાસવર્ડ ક્રેક કરતા લાગે 11 સેકેન્ડ
admin123ને ક્રેક કરવામાં 11 સેકેન્ડનો સમય લાગે છે. user, 1111, P@ssword, root, 654321, qwertyને 1 સેકેન્ડથી ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે.
આ પાસવર્ડ 5 મિનિટમાં થાય છે ક્રેક
Pass@123ને ક્રેક કરવામાં 5 મિનિટ લાગે છે. 1122,33, *****, ****, 102030, ubntને ક્રેક કરવામાં 1 સેકેન્ડનો સમય લાગે છે.