જો તમે પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે WhatsApp જેવું એક ખાસ ફીચર ઇન્સ્ટાગ્રામ પર પણ આવી રહ્યું છે. આ માહિતી Meta CEO માર્ક ઝકરબર્ગ અને Instagram હેડ એડમ મોસેરીએ તેમની ચેનલ પર આપી છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ (DM)માં રીડ રિસિપ્ટ્સનો વિકલ્પ ઉપલબ્ધ થશે. આ કંપનીની યુઝર પ્રાઈવસીનો એક ભાગ હશે. યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ તેને ઓન કે ઓફ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર વોટ્સએપ જેવું જ હશે. તેને ચાલુ કર્યા પછી, મોકલનારને જાણ થશે નહીં કે સંદેશ વાંચવામાં આવ્યો છે. તમને મેસેજ ક્યારે વાંચવામાં આવ્યો તેની માહિતી પણ મળશે. નવા ફીચર અંગે એડમે કહ્યું છે કે હવે યુઝર્સને માહિતી હશે કે ક્યારે કોઈ તેમનો મેસેજ વાંચશે. યુઝર્સ ઈચ્છે તો તેને બંધ પણ કરી શકે છે. નવી સુવિધા હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે. તે ટૂંક સમયમાં રિલીઝ થશે.
શું છે રીડ રીઝિપ્ત ?
જ્યારે તમે કોઈને મેસેજ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે સામેની વ્યક્તિએ તમારો મેસેજ જોયો છે કે નહીં. આ ફીચર ગુપ્ત રીતે મેસેજ જોવાની પણ મંજૂરી આપે છે. તે સંપૂર્ણપણે વપરાશકર્તા પર નિર્ભર કરે છે કે તે શું પસંદ કરે છે. આ ફીચર વોટ્સએપમાં ડબલ બ્લુ ટિક સાથે ઉપલબ્ધ છે. લોકો પોતાની અનુકૂળતા મુજબ તેને ચાલુ કે બંધ રાખે છે.