Tech Tips: અત્યારે નાના મોટા દરેક વયના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળે છે. જેમાં આપણે મોટા ભાગની માહિતી ગુગલ પર સર્ચ કરીએ છીએ. માહિતી સર્ચ કરતા સમયે અનેક જાહેરાતો આવતી હોય છે. જેમાંથી અમુક જાહેરાતો આપણને ગમતી નથી. અથવા તો વારંવાર જાહેરાતો આવવાથી સમયનો વ્યય થાય છે. તો ઘણી વાર તમને જે વસ્તુ કે વિષયમાં રસ છે. તે પ્રકારની જાહેરાતો તમને ગુગલ પર કે અન્ય એપ્લીકેશન પર જોવા મળે છે. ત્યારે આપણને લાગે છે કે સ્માર્ટફોને પણ આપણુ મન વાંચવાનું શરૂ કરી દીધું છે કે શું ?
આપન જણાવી દઈએ કે તમારો સ્માર્ટ ફોન તમારુ મન નથી વાંચતો. પરંતુ તે તમારી ક્ષણે ક્ષણની ગતિવિધીઓને ટ્રેક કરે છે. તમને જણાવી દઈએ કે વસ્તુઓ સર્ચ કરો છો. તેના આધારે તમને જાહેરાતો બતાવે છે. વારંવાર બતાવવામાં આવતી જાહેરાતોને જોઈને તમને પણ ગુસ્સો આવે છે. અને તમે આ જાહેરાતોથી છુટકારો મેળવવા માગતા હોવ તો કેટલીક ટીપ્સ અપનાવી જોઈએ.
મોબાઈલ ફોનમાં કરો આ સિટિંગ
ફોનમાં સેટિંગનું ઓપ્શન ઓપન કરો અને ત્યાર બાદ ગુગલ પર ટેપ કરો. આ પછી તમે તમારા ગુગલ એકાઉન્ટ મેનેજ કરવુ પડશે. જેના માટે તમારા પ્રાઈવસી ડેટાના વિકલ્પ પર ક્લિક કરવુ પડશે. ડેટા પ્રાઈવસી વિકલ્પ ઓપન કરી સ્ક્રોલ કરશો તો ત્યાં Personalized Ads નું ઓપશન દેખાશે. તેના પર ક્લિક કરવાથી ગુગલ તમારી કઈ કઈ ગતિવીધિને ટ્રેક કરે છે. તે જોવા મળશે.
પર્સનલાઇઝ્ડ એડ્સના વિકલ્પમાં માય એડ સેન્ટર વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમને જાહેરાતોની શ્રેણીઓ વિશે જાણવા મળશે.તમે ભવિષ્યમાં જે શ્રેણીની જાહેરાતો જોવા નથી માગતા તેના પર ક્લિક કરીને આ વિકલ્પને બંધ કરો.એટલું જ નહીં, ફરી એકવાર મેનેજ યોર ગુગલ એકાઉન્ટ વિકલ્પ પર પાછા જાઓ, અહીં તમને જાહેરાતો લખેલી દેખાશે. આ વિકલ્પ પર ટેપ કરતાની સાથે જ તમારે DeleteAdvertising ID પર ટેપ કરવું પડશે. આ કર્યા પછી, જાહેરાતો તમને પરેશાન કરશે નહીં.