એમેઝોન પ્રાઇમ વિડિયો એ વિશ્વમાં સૌથી વધુ પસંદ કરાયેલ OTT પ્લેટફોર્મ્સમાંથી એક છે. યુઝર્સના એક્સપિરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપનીએ તેની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. આ એપ વિવિધ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે, તમે તેને એન્ડ્રોઇડ iOS અને સ્માર્ટ ટીવી પર એક્સેસ કરી શકો છો.
બ્રાન્ડે દરેક પ્લેટફોર્મ પર તેની ડિઝાઇનને ફ્રેસ કરી છે. એટલે કે તમે કોઈપણ પ્લેટફોર્મ પર એમેઝોન પ્રાઇમ વીડિયો જુઓ છો તો તમને નવી ડિઝાઇન મળશે. બ્રાન્ડે પ્લેટફોર્મમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરી છે. અમને જણાવો કે તમને કંઈક નવું જોવા માટે શું મળશે.
યુઝર ફ્રેન્ડલી નેવિગેશન મેન્યૂ
એટલું જ નહીં અગાઉ એમેઝોન પ્રાઇમ વિડિયોનું નેવિગેશન મેનુ યુઝર ફ્રેન્ડલી ન હોતું. પરંતુ કંપનીએ હવે તેને વધુ આસાન બનાવી દીધું છે. હવે તમને પ્લેટફોર્મ પર પહેલા કરતા વધુ કન્ટેન્ટના સેક્શન મળશે. આ કારણે નેવિગેશન ઘણું સરળ બની ગયું છે. એપ્લિકેશન પર તમને હવે 5 પ્રાથમિક પેજનો ઓપ્શન મળશે – હોમ, સ્ટોર, સર્ચ, લાઇવ ટીવી અને માય સ્ટફ.
સ્ટોર અને બીજા નવા ફિચર્સ
યુઝર્સ નેવિગેશન મેનૂમાં એક નવો સ્ટોર ઓપ્શન મળશે. અહીંથી યુઝર્સ વધુ સારી મૂવી કૅટેલોગ ઍક્સેસ કરી શકશે અને રેન્ટ પર મૂવીઝ પણ સર્ચ કરી શકશે.
તેનો હેતુ માત્ર પ્રોસેસને ઝડપી રાખવા અને યુઝર્સ માટે સરળ બનાવવાનો છે. આ સિવાય પણ ઘણી વસ્તુઓ બદલાઈ છે. યુઝર્સને નેટફ્લિક્સની જેમ જ પ્રાઇમ વીડિયો પર ટોપ 10 ચાર્ટ મળશે.
એમેઝોને પ્લેટફોર્મ પર રેન્ટ અને પરચઝ પ્રોડક્ટ માર્કમાં પણ સુધારો કર્યો છે. આનાથી એ જાણવું સરળ થઈ જશે કે તમે કઈ ફિલ્મો રેન્ટથી જોઈ શકો છો અને કઈ ખરીદી શકો છો.
ઘણા નવા ઓપ્શન મળશે
આ સિવાય યુઝર્સને માય સબસ્ક્રિપ્શનનો ઓપ્શન પણ મળશે જ્યાંથી તમે મેમ્બરશિપમાં હાજર વીડિયો જોઈ શકો છો. આ સાથે યુઝર્સને લાઈવ ટીવી પેજ પણ મળશે. અહીંથી કસ્ટમરને ટેલિકાસ્ટ દરેક કન્ટેન્ટ વિશે માહિતી મળશે.