Google Mapsએ ભારતમાં Save Fuel ફીચર લોન્ચ કર્યું છે. યૂઝર્સ Save Fuel ફીચરની મદદથી એન્જિન અનુસાર તમામ ડેસ્ટિનેશનની મદદથી વપરાતા ઈંધણ વિશે જાણકારી મેળવી શકશે. Save Fuel ફીચર અમેરિકા, કેનેડા અને યૂરોપમાં પહેલેથી જ ઉપલબ્ધ હતું. હવે આ ફીચર ભારતમાં પણ આવી ગયું છે, જેથી ખર્ચો ઓછો થશે. Google Mapsએ સપ્ટેમ્બર 2022માં Save Fuel ઓપ્શન ઉપલબ્ધ કરાવ્યું હતું.
Google Mapsમાં Save Fuel ફીચરનો ઉપયોગ
- સૌથી પહેલા સ્માર્ટફોનમાં Google Maps લોન્ચ કરો.
- હવે પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.
- હવે સેટિંગ્સમાં જઈને નેવિગેશન સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ક્રોલ ડાઉન કરો અને Route Option સેક્શન પર ક્લિક કરો.
- ઈકો-ફ્રેન્ડલી રૂટ એનેબલ કરવા માટે Prefer Fuel-efficient routes ઓપ્શન પર ક્લિક કરો.
- હવે એન્જિન ટાઈપ સિલેક્ટ કરવા માટે Engine Type પર ક્લિક કરો.
- હવે જે પણ એન્જિન હોય તે એન્જિન પર ક્લિક કરો.
Save Fuel ફીચર
વાહનનું એન્જિન ટાઈપ સિલેક્ટ કરતા સમયે સૌથી પહેલા ઈંટરનલ combustion engine હોય તે જરૂરી છે. હવે પેટ્રોલ અથવા ડીઝલમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરો. હાઈબ્રિડ અને પ્લગ ઈન હાઈબ્રિડ વ્હીકલ્સ માટે જે ફ્યૂઅલનો યૂઝ કરો છો, તેના માટે Hybrid સિલેક્ટ કરોય જો તમારી પાસે EV અથવા પ્લગ ઈન હાઈબ્રિડ છે, અને ઈલેક્ટ્રિક વાહન હોય તો Electric ઓપ્શનની પસંદગી કરો. ગૂગલ મેપ્સ એન્જિન અનુસાર સૌથી વધુ ફ્યુઅલ સેવ કરનાર રૂટ સજેસ્ટ કરે છે.