ગૂગલ હવે પ્રાઈવેટ સ્પેસ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની શરૂઆત બાદ એન્ડ્રોઈડ યુઝર્સ પોતાના ફોનની એપ્સને પોતાના ફોનમાં હાઈડ કરી શકશે. સેમસંગ ફોનમાં આ પ્રકારની સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ છે જે સિક્યોર ફોલ્ડર નામથી આવે છે.
રિપોર્ટ અનુસાર, આ ફિચરનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે Android 14 QPR2 ના અપડેટ સાથે રિલીઝ થઈ શકે છે. નવા ફીચરને બીટા વર્ઝનના પ્રાઈવસી અને સિક્યોરિટી સેટિંગ્સમાં જોવામાં આવ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચરની શરૂઆત બાદ યુઝર્સ પોતાની કોઈપણ એપને ફોનની પ્રાઈવેટ સ્પેસમાં PIN અથવા બાયોમેટ્રિક દ્વારા લોક કરી શકશે. અહીં નોંધનીય બાબત એ છે કે જો તમે પ્રાઈવેટ સ્પેસ ફોલ્ડરમાં કોઈપણ એપને લોક કરશો તો તે એપની સૂચનાઓ પણ લોક થઈ જશે.
આ ફીચર આવ્યા બાદ તમે તમારો ફોન બીજા કોઈને આપી શકો છો. લૉક કર્યા પછી, કોઈ તમારી એપ્સ જોઈ શકશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર એન્ડ્રોઇડ 15 સાથે દરેક માટે રિલીઝ થઈ શકે છે.