કાર અને બાઈક વિશે ઘણું જાણતા પણ હોઈએ છીએ. તેના ગિયર વિશે પણ આપણે ઘણું જાણતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં ગિયર હોય છે. અને હોય છે તો કેટલા હોય છે? કારથી લઈને એરોપ્લેન સુધી આપણે તેના વિશે ઘણું જાણવા માંગતા હોઈએ છીએ.ટ્રેનમાં સામાન્ય ગાડીઓ જેવા ગિયર્સ પણ હોય છે. તે ગતિ અનુસાર પણ બદલાય છે. પરંતુ તેનો તકનીકી શબ્દ ગિયર નથી, પરંતુ તેને નોચ કહેવામાં આવે છે. ડીઝલ એન્જિનો અને ઇલેક્ટ્રોનિક એન્જિન્સમાં અલગ અલગ નોચ હોય છે જે ગતિ પર આધારીત છે. જો કે ગતિ પણ મોટા પ્રમાણમાં ટ્રેનના રૂટ પર આધારીત છે, જેને સેક્શન કહેવામાં આવે છે.
ચીન સાથેના ઘર્ષણ વચ્ચે મોટો નિર્ણય, જુના લડાકુ વાહનો સેનામાંથી દૂર કરી નવા વાહનો કરવામાં આવશે તૈનાત
અહેવાલો અનુસ્સાર જણાવવામાં આવે છે કે ડીઝલ એન્જિનમાં 8 નોચ હોય છે. ઘણી જગ્યાએ તેની સંખ્યા અલગ અલગ મળે છે. જે ટ્રેનોની બનાવટ પર નિર્ભર હોય છે. ઇલેક્ટ્રોનિક ટ્રેનની બનાવટમાં પણ આવું જ હોય છે. અલગ અલગ ગાડીઓની જેમ ટ્રેનોમાં પણ અલગ અલગ ગિયર હોય છે.
એકવાર નોચ ફિક્સ કરી દેવામાં આવે છે. બાદમાં તેને ફરીથી ફરીથી બદલવાની જરૂર નથી રહેતી. જ્યારે ગતિને ઘટાડવાની જરૂર હોય ત્યારે નોચ ડાઉન કરી દેવામાં આવે છે. બીજી બાજુ, જો આપણે ટોપ ગિયર વિશે વાત કરીએ, તો તે દરેક ટ્રેન માટે અલગ છે. જેમ કે જો ડીઝલ એન્જિન 100 ની ગતિ સુધી ચાલે તો તેને 8 નોચ આપવા પડે છે. જો કે હાલમાં દેશમાં આનાથી પણ વધારે ગતિની ટ્રેનો કાર્યરત છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268