સાઉથમ્પટનમાં આગામી 18 જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. દરેક પાસા થી મેચ પહેલાની પરિસ્થિતીને જાણવા માટે ફેન્સ ઉત્સુક છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત પિચ રિપોર્ટ છે. southampton ના મેદાનની પિચના ક્યૂરેટર સાઇમન લી એ ફાઇનલ માટે pitchના રહસ્યને લઇને કેટલીક વાતો કહી છે.એક રિપોર્ટ મુજબ, ક્યૂરેટર સાઇમને કહ્યુ હતુ, આ ટેસ્ટ માટે પિચને તૈયાર કરવી થોડી આસાન છે. કારણ કે આ તટસ્થ સ્થળ છે. અમારે ICCના નિર્દેશોનુ પાલન કરવાનુ છે. જોકે અમે સારી પિચ તૈયાર કરવા ઇચ્છીએ છીએ. જેમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો હોય. pitch Report
બેટલગ્રાઉન્ડ મોબાઈલ અઠવાડીયામાં થશે લોન્ચ, PUBG કરતા પણ છે જોરદાર ગેમ
સાયમને આગળ કહ્યુ, વ્યક્તિગત રીતે એવી પિચ તૈયાર કરવા ઇચ્છુ છુ, જેમાં ગતી અને ઉછાળ હોય. ઇંગ્લેંડમાં આમ કરવુ મુશ્કેલ થઇ શકે છે. કારણે કે વધારે સમય હવામાન સાથ નથી આપતુ. જોકે આ મેચ ને લઇને આગાહી સારી છે. વધારે તડકો રહેશે એટલે, અમને આશા છે કે, તેમાં ગતી રહેશે. વધારે રોલર નહી ચલાવવા પર કડક પિચ રહેશે.બંને ટીમો પાસે ઉચ્ચ ક્ષમતાના ઝડપી બોલરો છે. સાયમન લી મેતમાં દરેક સમયે તેમનો પ્રભાવ જોવા ઇચ્છે છે. તેણે કહ્યુ, ઝડપ લાલ બોલની ક્રિકેટને રોમાંચક બનાવે છે. હું ક્રિકેટ પ્રશંસક છુ અને હું એવી પિચ તૈયાર કરવા ઇચ્છુ છુ, જેમાં ક્રિકેટ પ્રેમી પ્રત્યેક બોલ જોવા ઇચ્છતો હોય. ભલે તે શાનદાર બેટીંગ ના રુપે હોય કે, બોલીંગનો શાનદાર સ્પેલ હોય.
ક્યૂરેટર સાયમને કહ્યુ, જો બોલર અને બેટ્સમેન વચ્ચે કૌશલ્યની ટક્કર થાય છે, તો એક મેઇડન ઓવર ખૂબ રોમાંચક બની શકે છે. એટલા માટે પિચ થી થોડી ગતી અને ઉછાળ મળશે. જોકે વધારે એક તરફી મૂવમેન્ટ નહી થાય તો મને ખુશી થશે.સ્પિનરોને લઇને પણ સાયમન લી એ વાત કરી હતી. ભારતીય ટીમનુ સ્પિનર આક્રમણ મજબૂત છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા એમ બે મજબૂત સ્પિન આક્રમણ ભારત ધરાવે છે. આમ ક્યૂરેટર મુજબ મેચ જેમ આગળ વધશે એમ સ્પિનરોની ભૂમિકા સારી રહેશે. તેમણે કહ્યુ, જેમ મે કહ્યુ એમ હવામાનની આગાહી સારી છે. અહી પિચ જલ્દી શુષ્ક બને છે. આમ અહી સ્પિન મેળવવામાં મદદ મળે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268