ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મહત્વની મેચની શરુઆત પહેલા જ વરસાદે મજા બગાડી દીધી. શુક્રવારે શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ wtc final ફાઇનલ મેચ માટે વરસાદ અવરોધરુપ બન્યો હતો.વરસાદી માહોલને લઇને southampton weather સાઉથમ્પટન માં પ્રથમ દિવસે મેદાનમાં ટોસ પણ ઉછળી શક્યો નહોતો. વિરાટ કોહલી અને કેન વિલીયમસન માટે ફાઇનલ નો પ્રથમ દિવસ નિરાશાજનક રહ્યો હતો.શુક્રવારનો દિવસ નિષ્ફળ રહ્યા બાદ, આજે શનિવારે મેચનો પ્રારંભ થવાની આશા છે.
મેચના પ્રથમ દિવસની વાત કરવામાં આવે તો, મેચ શરુ થવાના નિયત સમય ના એક કલાક પહેલા મેદાનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અમ્પાયરો અને મેચ અધિકારીઓએ મેદાનની સ્થિતિની જાણકારી મેળવી હતી. ત્યાર બાદ ટોસ પણ મેદાન પણ ઉછાળવો શક્ય નહોતો બન્યો. જોકે હવે વરસાદની સ્થિતિને લઇને આઇસીસી સામે પણ સવાલો થવા લાગ્યા છે. સ્થળ પસંદ કરવાને લઇને ઇસીબી ECB અને આઇસીસીને ICC ફેન્સ દ્રારા નિશાને લેવામાં આવી રહ્યા છે.
ભારતીય
Indian Standard Time સમયાનુસાર બપોરે ત્રણ વાગ્યે મેચનો પ્રારંભ થશે. હવામાન વિભાગે weather department આગાહી કરી છે કે ટેસ્ટ મેચના દિવસો દરમ્યાન વરસાદ વચ્ચે વચ્ચે વરસી શકે છે. જોકે શનિવારે એટલે કે આજે વરસાદ થી રાહત મળી શકે છે. જોકે રવિવારે, સોમવારે અને મંગળવારે મેચના અંતિમ ત્રણ દિવસો દરમ્યાન વરસાદ હળવો થી ભારે વરસી શકે છે.મેચ દરમ્યાન વરસાદને લઇને હવે world test championship ના વિજેતાના પરિણામ પર સંકટ મંડરાવવા લાગ્યુ છે. જો મેચમાં રિઝર્વ ડે ના દિવસે પણ પરિણામ મુશ્કેલ લાગવા માંડ્યુ છે. જો આમ વરસાદને લઇને વિજેતા અંગે પરિણામ નથી મળી શકતુ તો, બંને દેશોને સંયુક્ત રીતે વિજેતા કરવામાં આવશે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.