ICC Women’s T20 World Cup Schedule 2024: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે રવિવારે 5 મેના રોજ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની 9મી આવૃત્તિ 3 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઈનલ સહિત કુલ 23 મેચો રમાશે. બાંગ્લાદેશ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. આ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ટીમ ચાર મેચ રમશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે
ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે થશે. પ્રથમ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. 6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટીમ ઈન્ડિયાની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે અને ચોથી મેચ 13 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલ્હેટમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2024 જૂથો
- ગ્રુપ A- ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વોલિફાયર 1
- ગ્રુપ બી- દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ક્વોલિફાયર 2
T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ
- 1 મેચ- 3 ઓક્ટોબર (ઇંગ્લેન્ડ VS દક્ષિણ આફ્રિકા, ઢાકા)
- બીજી મેચ- 3 ઓક્ટોબર (બાંગ્લાદેશ VS ક્વોલિફાયર 2, ઢાકા)
- 3 મેચ- 4 ઓક્ટોબર (ઓસ્ટ્રેલિયા VS ક્વોલિફાયર 1, સિલ્હટ)
- 4 મેચ 4 ઓક્ટોબર (ભારત VS ન્યુઝીલેન્ડ, સિલ્હટ)
- 5 મેચ 5 ઓક્ટોબર (દક્ષિણ આફ્રિકા VS વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા)
- 6 મેચ 5 ઓક્ટોબર (બાંગ્લાદેશ VS ઈંગ્લેન્ડ, ઢાકા)
- 7 મેચ 6 ઓક્ટોબર (ન્યૂઝીલેન્ડ VS ક્વોલિફાયર 1, સિલ્હટ)
- 8 મેચ 6 ઓક્ટોબર (ભારત VS પાકિસ્તાન, સિલ્હેટ)
- 9 મેચ 7 ઓક્ટોબર (વેસ્ટ ઈન્ડિઝ VS ક્વોલિફાયર 2, ઢાકા)
- 10 મેચ 8 ઓક્ટોબર (ઓસ્ટ્રેલિયા VS પાકિસ્તાન, સિલ્હેટ)
- 11 મેચ 9 ઓક્ટોબર (બાંગ્લાદેશ VS વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા)
- 12 મેચ 9 ઓક્ટોબર (ભારત VS ક્વોલિફાયર 1, સિલ્હટ)
- 13 મેચ 10 ઓક્ટોબર (દક્ષિણ આફ્રિકા VS ક્વોલિફાયર 2, ઢાકા)
- 14 મેચ 11 ઓક્ટોબર (ઓસ્ટ્રેલિયા VS ન્યુઝીલેન્ડ, સિલ્હેટ)
- 15 મેચ 11 ઓક્ટોબર (પાકિસ્તાન VS ક્વોલિફાયર 1, સિલ્હટ)
- 16 મેચ 12 ઓક્ટોબર (ઇંગ્લેન્ડ VS વેસ્ટ ઇન્ડિઝ, ઢાકા)
- 17 મેચ 12 ઓક્ટોબર (બાંગ્લાદેશ VS દક્ષિણ આફ્રિકા, ઢાકા)
- 18 મેચ 13 ઓક્ટોબર (પાકિસ્તાન VS ન્યુઝીલેન્ડ, સિલ્હેટ)
- 19 મેચ 13 ઓક્ટોબર (ભારત VS ઓસ્ટ્રેલિયા, સિલ્હટ)
- 20 મેચ 14 ઓક્ટોબર (ઇંગ્લેન્ડ VS ક્વોલિફાયર 2, ઢાકા)
- પ્રથમ સેમી-ફાઇનલ – મેચ 17 ઓક્ટોબર: પ્રથમ સેમી-ફાઇનલ, સિલ્હેટ
- બીજી સેમિ-ફાઇનલ – મેચ 18 ઓક્ટોબર: બીજી સેમિ-ફાઇનલ, ઢાકા
- ફાઈનલ – મેચ 20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા