નોવાક જોકોવિચે વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્વોન સૂન વૂ વિરૂદ્ધ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. એટીપી રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર રહેલા સર્બિયાના જોકોવિચે સેન્ટર કોર્ટમાં બે કલાક 27 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં કોરિયાના સૂન વૂને 6-3,3-6,6-3,6-4થી પરાજય આપ્યો હતો. 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિડની ટક્કર બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના થાનાસિસ કોકિનાકિસો સામે થશે.રેન્કિંગમાં 81માં સ્થાન પર રહેલા કોરિયાના ખેલાડીએ ત્રણ વખતની ગત વિજેતાને બીજા સેટમાં ટક્કર આપી હતી પરંતુ પોતાનું સાતમુ વિમ્બલડન ખિતાબ જીતવા ઉતરેલા જોકોવિચે તે બાદ સૂન વૂને વાપસીની તક આપી નહતી.ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં જોકોવિચની આ 80મી જીત છે અને તે ચારેય ગ્રાન્ડ સ્લેમમાં 80 કે તેથી વધારે મેચ જીતનાર પુરૂષ અને મહિલા વર્ગનો પ્રથમ ખેલાડી છે. જોકોવિચે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ઓપનમાં 82, ફ્રેન્ચ ઓપનમાં 85, વિમ્બલડનમાં 80 અને યૂએસ ઓપનમાં 81 મેચ જીતી છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ હજુ સુધી ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન અને યૂએસ ઓપન ત્રણેયમાં 80 મેચ જીતી શક્યો નથી. બીજી તરફ ફ્રેન્ચ ઓપનમાં રોજર ફેડરરને 73 જીત મળી છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર