ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચાઓ છે. તેઓ ખાનગીમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે ના પણ રિપોર્ટ છે. જોકે હજુ બંને માંથી કોઈએ તેમના સંબંધોને લઈને ફોલ પાડી નથી પરંતુ તેમની વચ્ચે ખાનગીમાં કંઈ ખીચડી બની રહી હોવાની ચર્ચા છે અને આ વાતને હવે વધુ વેગ મળ્યો છે. શુભમન અને સારાના લગ્નને લઈને પણ પહેલીવાર મોટો દાવો સામે આવ્યો છે. ક્રિકેટર ચિરાગ સુરીનો દાવો છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે.
કોણ છે ક્રિકેટર ચિરાગ સુરી
2017 થી 2023ના સમયગાળામાં યુએઈનું પ્રતિનિધિત્વ કરનારા ક્રિકેટર ચિરાગ સૂરીએ હાલમાં જ એક ચેટ શો દરમિયાન ખુલાસો કર્યો છે કે સારા અને શુભમન ટૂંક સમયમાં જ લગ્નના ગ્રંથિમાં જોડાઈ શકે છે.