2016ની સિલ્વર મેડલીસ્ટ ભારતની પી.વી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. સિંધુ રમત મહાકુમ્ભમાં પોતાની બીજી મેચમાં પણ જીત મેળવી છે. ગ્રુપ-જેની મેચમાં સિંધુ સામે હોંગ-કોંગની ચિયુગા નગન હતી. બંને ખેલાડીઓ વચ્ચે બુધવારે જે મેચ રમાઈ જેમાં સિંધુએ 21-9, 21-16થી પોતાના નામે કરી લીધી. સિંધુએ આ મેચ જીતવા માટે 35 મિનિટનો સમય લીધો. આ જીત સાથે સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
સિંધુ પાસે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાની ઉમ્મીદ છે. બેડમિન્ટનમાં દેશની એક માત્ર ખેલાડી છે જે આ ઓલિમ્પિકમાં મેડલ માટે મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવી રહી છે. આ તરફ સિંધુ સરળતાથી આગળ વધી રહી છે. પોતાની પહેલી મેચમાં સિંધુએ ઈઝરાઈલની પોલીકારપોવા કસેનીયાને 21-7, 21-10થી માત આપી હતી અને હવે વધુ એક મેચ પણ શાનદાર રમત બતાવતા સરળતાથી જીત મેળવી.
સિંધુ માટે તે સરળ જીત હતી. પ્રથમ રમતમાં ચેંગ સિંધુની સામે ટકી ન શકી અને તે કમજોર જોવા મળી. સિંધુએ પણ આ રમતમાં તેના વિરોધીને ડબલ નંબર સુધી પહોંચવા દીધી ન હોતી. માત્ર 15 મિનિટમાં સિંધુએ પ્રથમ રમત જીતી લીધી. આ પછી, બીજી રમતમાં ચેંગ સાથે સ્પર્ધા થઈ હતી પરંતુ આ સ્પર્ધા એટલી અઘરી નહોતી કે સિંધુ મેચ હારી જાય. સિંધુએ શરૂઆતમાં 2-0ની લીડ લીધી હતી પરંતુ ચેન્ગએ વાપસી કરતા 8-9 સુધી અંતર ઓછો કર્યો હતો. આ પછી આ ખેલાડી બ્રેકમાં 11-10 ના સ્કોર સાથે ગઈ. વિરામ બાદ સિંધુ 11-11ના સ્કોરે પરત ફરી હતી અને ત્યારબાદ 17-14ની લીડ મેળવી હતી. અહીંથી તેને વિજય મેળવવા મુશ્કેલી ન થઇ.
આ જીત સાથે સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. વર્લ્ડ નંબર -7 સિંધુ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લેચફેલ્ડ સામે ટકરાશે. તેણે ગ્રુપ -1 માં ટોપ કર્યું છે. સિંધુને ડેનમાર્કની ખેલાડી પર 4-1ની બઢત છે. મિયા ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ સામે ફક્ત એક જ વાર જીતવામાં સફળ રહી છે અને તેને આ વર્ષે થાઇલેન્ડ ઓપનમાં આ જીત મળી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268