ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે રમાશે. ટી-20 સીરીઝ માટે બંને ટીમોની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. ઓસ્ટ્રેલિયન ટીમની કમાન મેથ્યુ વેડના હાથમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં ત્રણ ઓપનર સામેલ છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે સુકાની સૂર્યકુમાર યાદવ પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપશે?
1. ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે તે ઓપનિંગ કરશે તે લગભગ નિશ્ચિત છે. ગાયકવાડે 2021માં ભારત માટે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે 14 મેચ રમી છે અને 277 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે.
2. યશસ્વી જયસ્વાલ
IPL 2023માં યશસ્વી જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રાજસ્થાન રોયલ્સને ઘણી મેચો પોતાના દમ પર જીતાડવી. આ કારણે તેણે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી. યશસ્વીએ ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20માં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ભારત માટે 8 T20 મેચમાં 232 રન બનાવ્યા છે જેમાં 1 સદી સામેલ છે. તેણે એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે શાનદાર શૈલીમાં સદી ફટકારી હતી. યશસ્વીના ફોર્મને જોતા તેને ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.
3. ઈશાન કિશન
ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટી-20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 2021માં ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 29 T20 મેચોમાં 686 રન બનાવ્યા છે, જેમાં તેણે 4 અડધી સદી ફટકારી છે. પરંતુ તે ટીમની અંદર અને બહાર રહ્યો છે અને ક્યારેય તેનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. તેને ODI વર્લ્ડ કપમાં પણ બે મેચ રમવાની તક મળી હતી, પરંતુ તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.