Team India: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને જોરદાર રીતે હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયા માટે બોલરો અને બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે રોહિત શર્માએ મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. આ સિવાય અર્શદીપ સિંહે મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. ભારતીય ટીમે પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતીય ટીમે આ રેકોર્ડ બનાવ્યો છે
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ વર્તમાન T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ મેચ હારી નથી અને વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય છે. ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની કોઈપણ આવૃત્તિમાં આટલી બધી મેચો જીતી છે. આ પહેલા ક્યારેય ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની એક પણ સિઝનમાં 6 મેચ જીતવામાં સફળ રહી નથી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 6-6 મેચ જીતી છે.
T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ
- દક્ષિણ આફ્રિકા- 7 મેચ, 2024
- ભારતીય ટીમ- 6 મેચ, 2024
- શ્રીલંકા- 6 મેચ, 2009
- ઓસ્ટ્રેલિયા- 6 મેચ, 2010
- ઓસ્ટ્રેલિયા- 6 મેચ, 2021
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શન
- આયર્લેન્ડ સામે 8 વિકેટે જીત
- પાકિસ્તાન સામે 6 રનથી જીત
- અમેરિકા સામે 7 વિકેટે જીત
- અફઘાનિસ્તાન સામે 47 રને જીત
- બાંગ્લાદેશ સામે 50 રનથી જીત
- ઓસ્ટ્રેલિયા સામે 24 રને જીત
ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારત સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 92 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમે 205 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે ચોક્કસપણે 76 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.