- યુગાન્ડાની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, 2024 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ
યુગાન્ડાની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે અને 2024માં રમાનારી T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. ક્વોલિફાયરમાંથી T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની. યુગાન્ડાએ ક્વોલિફાયરની છઠ્ઠી મેચમાં રવાંડાને 9 વિકેટ અને 71 બોલથી હરાવીને T20 ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે.
ક્વોલિફાયર્સમાં યુગાન્ડાએ 6માંથી 5 મેચ જીતી હતી.
રવાન્ડા સામે રમાયેલી મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા આવેલી રવાન્ડાની ટીમ યુગાન્ડાના બોલરોએ માત્ર 18.5 ઓવરમાં 65 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા 8.1 ઓવરમાં 1 વિકેટે જીત મેળવી હતી. ક્વોલિફાયરની પ્રથમ મેચમાં યુગાન્ડાએ તાન્ઝાનિયાને 8 વિકેટ અને 28 બોલમાં હરાવ્યું હતું. ત્યાર બાદ તેઓ નામિબિયા સામે તેમની આગામી મેચ 6 વિકેટથી હારી ગયા હતા.
જો કે આ પછી યુગાન્ડા એકપણ મેચ હાર્યું નથી. ત્રીજી મેચમાં યુગાન્ડાએ ઝિમ્બાબ્વેને 5 વિકેટ અને 5 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. આગળ વધીને યુગાન્ડાની ટીમે ચોથી મેચમાં નાઈજીરિયાને 9 વિકેટ અને 15 બોલમાં હરાવ્યું હતું. ત્યારપછી પાંચમી મેચમાં તેણે કેન્યાને 33 રને હરાવ્યું અને છઠ્ઠી મેચમાં તેણે રવાંડાને 9 વિકેટથી હરાવ્યું અને ટી20 વર્લ્ડ કપ 2024 માટે પોતાને લાયક બનાવ્યા. આ રીતે યુગાન્ડાએ છેલ્લી સતત ચાર મેચ જીતી હતી.
T20 વર્લ્ડ કપ માટે અત્યાર સુધી ક્વોલિફાય થયેલી ટીમો
વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબીઆ, યુગાન્ડા.