Paris Paralympics 2024 : હવે પેરિસ ઓલિમ્પિક 2024 પછી પેરાલિમ્પિક્સ શરૂ થવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે. જેમાં વિશ્વભરના હજારો ખેલાડીઓ રમતા જોવા જવાના છે. આ વખતે ભારત પેરિસમાં 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પેરાલિમ્પિક્સમાં 12 રમતોમાં ભાગ લેશે.
જેમાં પેરા સાયકલિંગ, પેરા બોટીંગ અને દૃષ્ટિહીન જુડો દેશની નવી ઈવેન્ટ્સ હશે જે પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) એ બુધવારે જાહેરાત કરી હતી કે આ ભારતના પેરાલિમ્પિક ખેલાડીઓની વધતી જતી વિવિધતા અને પ્રતિભા દર્શાવે છે.
આંધ્રપ્રદેશનો અરશદ શેખ પેરા સાયકલિંગમાં પેરાલિમ્પિકમાં પદાર્પણ કરશે. તેણે એશિયન રોડ પેરા સાયકલિંગ ચેમ્પિયનશીપમાં પુરુષોની ચુનંદા વ્યક્તિગત સમય ટ્રાયલ C2 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને પોતાનો ક્વોટા હાંસલ કર્યો હતો.
Olympics2024 આંધ્રપ્રદેશના કોંગનાપલ્લે નારાયણ પેરા રોઇંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને હરિયાણાના કોકિલા કૌશિકલા દૃષ્ટિહીન જુડોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝડિયાએ જણાવ્યું કે આ વખતે 84 ખેલાડીઓની ટીમ પેરિસ મોકલવામાં આવી રહી છે.
ઝાઝરિયાએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે. ટોક્યોમાં ભારતે 19 મેડલ જીત્યા હતા. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે આ વર્ષની પેરાલિમ્પિક ગેમ્સમાં 25 મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
ભારતના પેરાલિમ્પિક ખેલાડી પર ફરી એકવાર પેરિસમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની મોટી જવાબદારી રહેશે. પ્રથમ વખત ભાગ લેનાર ખેલાડી પાસે ઈતિહાસ રચવાની શ્રેષ્ઠ તક હોય છે. ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યું હતું પરંતુ પેરિસ પેરાલિમ્પિકમાં ખેલાડીઓ પાસેથી ઘણી આશાઓ છે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતે 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ જીત્યા છે.
આ પણ વાંચો – Sports News : VVS લક્ષ્મણે IPL કોચ બનવાની ઓફર ફગાવી, આગામી 1 વર્ષ સુધી આ પદ પર રહેશે