ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. પસંદગીકારોએ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી છે. બીજી તરફ શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા નથી. પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે 16 ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાંથી પાંચ ખેલાડી એવા છે જેઓ પ્રથમ વખત ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.
આ ખેલાડીઓ પ્રથમ વખત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે
ઈંગ્લેન્ડ સામેની ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએસ ભરત, ધ્રુવ જુરેલ, મુકેશ કુમાર અને અવેશ ખાનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પ્રથમ વખત ઈંગ્લેન્ડ સામે મેચ રમી શકે છે. આ 5 ખેલાડીઓએ હજુ સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી નથી અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ખેલાડીઓ માટે લોટરી લાગી શકે છે.
આ બંને ખેલાડીઓએ ડેબ્યુ કર્યું નથી
ધ્રુવ જુરેલનો પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ધ્રુવે IPL 2023માં રાજસ્થાન રોયલ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે રાજસ્થાન રોયલ્સ માટે 22ની એવરેજ અને 173ના સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવીને હેડલાઈન્સ બનાવી. બીજી તરફ, અવેશ ખાને પણ હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું નથી.
યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 4 ટેસ્ટ મેચમાં 316 રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે. જ્યારે કેએસ ભરતે ભારત માટે પાંચ ટેસ્ટ મેચ રમી છે. બીજી તરફ મુકેશ કુમારે 2 ટેસ્ટ મેચમાં 6 વિકેટ ઝડપી છે. પરંતુ આ ખેલાડીઓએ હજુ સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી નથી.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ. , મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન.