ભારત અને ન્યુઝીલેન્ડ ( india vs new zealand ) વચ્ચેની ટેસ્ટ સીરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. લાંબા સમયથી ડિમાન્ડમાં રહેલા એક ખેલાડીનું નામ આ સિરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ફરી સામેલ નથી. આ ખેલાડી લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં BCCIએ ફેન્સને ફરી એકવાર નિરાશ કર્યા અને ન્યૂઝીલેન્ડ સિરીઝમાં પણ આ ખેલાડીની અવગણના કરી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ અભિમન્યુ ઈસ્વરન છે. અભિમન્યુ ઇશ્વરન ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે અને ટીમ ઇન્ડિયામાં સામેલ થવાના પ્રબળ દાવેદારોમાંનો એક છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં કરિયર શાનદાર રહી છે
અભિમન્યુ ઇશ્વરન સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અભિમાન્ય ઇશ્વરની કારકિર્દી પર એક નજર કરીએ તો તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 98 મેચોની 167 ઇનિંગ્સમાં 7506 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ પણ 49.38 રહી છે. જે એકદમ અદ્ભુત છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં 26 સદી અને 29 અડધી સદી પણ ફટકારી છે. અભિમન્યુએ તેની કારકિર્દીમાં ઘણી મોટી મેચોમાં પણ શાનદાર બેટિંગ કરી છે. તાજેતરમાં રમાયેલા ઈરાની કપમાં પણ સારી બેટિંગ કરી હતી. જે બાદ એવી આશા હતી કે તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ટીમ સિલેક્ટરોએ તેના વિશે વિચાર્યું ન હતું.
ઓસ્ટ્રેલિયા શ્રેણી આગામી તક છે
રોહિત શર્મા ( rohit sharma ) વિશે એવી ચર્ચા છે કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. ખરેખર, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યારે ઇશ્વરન ટીમ ઇન્ડિયાનો ત્રીજો ઓપનર બની શકે છે. જો કે, હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI તેને તક આપે છે કે નહીં. આ રેસમાં અન્ય ઘણા ખેલાડીઓ પણ સામેલ છે. જેમાં રૂતુરાજ ગાયકવાડનું નામ પણ સામેલ છે.
ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
આ પણ વાંચો – હાર્દિક પંડ્યા એક સમયે 200 રૂપિયામાં ક્રિકેટ રમતો હતો, આજે તેની કિંમત છે કરોડોમાં