IND vs ENG: રોહિત સાથે ઓપનિંગ કરશે આ યુવા ખેલાડી! પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે
ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જુલાઈથી શરૂ થશે. પ્રથમ વોર્મઅપ મેચ રમાશે. ત્યાર બાદ 01 જુલાઈથી એજબેસ્ટન ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5મી ટેસ્ટ રમાશે. ગયા વર્ષની ટેસ્ટ શ્રેણીની આ છેલ્લી મેચ હશે. જેમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ચાલો જાણીએ કે પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
આ ખેલાડી રોહિત સાથે ઓપનિંગ કરશે
કેએલ રાહુલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ગયા વર્ષે રમાયેલી ચાર ટેસ્ટમાં રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલની ગેરહાજરીમાં શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે.
મિડલ ઓર્ડર આવો હશે
ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રમવા માટે તૈયાર છે. પૂજારાએ તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં અહીં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે. અજિંક્ય રહાણે આ ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર તેના સ્થાને નંબર પાંચ પર બેટિંગ કરી શકે છે. આ પછી ઋષભ પંત અને પછી રવિન્દ્ર જાડેજા રમતા જોવા મળશે.
અશ્વિન કોરોનાને કારણે આ મેચ ચૂકી શકે છે. પોઝિટિવ મળ્યા બાદથી તે ક્વોરેન્ટાઈનમાં છે અને ટીમ સાથે ઈંગ્લેન્ડ ગયો નથી. ભારત આ મેચમાં ચાર ઝડપી બોલરો સાથે ઉતરી શકે છે. તેમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ હોઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.