ભારત માં રમાયેલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલીયા જીત્યું છે પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20I સિરીઝ રમાઈ રહી છે જેમાં આજે થનાર મેચમાં થશે રસકસીનો મુકાબલો. આ મેચ ગુવાહાટીના બરસાપાડા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થવાની છે.
5 મેચોની T20I સિરીઝ માં ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી છે. પરંતુ આજે ભારતીય ટીમની નજર ગુવાહાટીની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજની ત્રીજી મેચ જીતીને પોતાની ટીમને સિરીઝમાં જીવંત રાખવા પ્રયત્ન કરશે. આજે ગુવાહાટીના બરસાપાડા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોની સ્થિતિ રહેશે.
ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમ ની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ગુવાહાટીની પિચ પર બોલર્સને બાઉન્સ અને પેસ મળે છે. આ મેદાન પર હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન
ઓસ્ટ્રેલિયા
મેથ્યુ વેડ ( કેપ્ટન – વિકેટકીપર ), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા