આઈસીસીએ બુધવારે વનડેમાં બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. વનડેમાં બેન્ડ્સમેનોની રેન્કિંગમમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર યથાવત છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથા ક્રમે પહોંચી ગયો છે. બુમરાહને એક સ્થાનનુ નુકસાન થયું છે.
વિરાટ કોહલી એ તાજેતરમાં જ સમાપ્ત થયેલી વનડે સીરિઝમાં પ્રથમ અને બીજી વનડેમાં ક્રમશ: 56 અને 66 રનની ઈનિંગ રમી હતી, જેનાથી તેના 870 પોઈન્ટ થઈ ગયા છે. બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની શ્રેણીમાંથી બહાર હતો જેના કારણે તે એક ક્રમ નીચે ગબડીને 690 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે.
રોહિત શર્મા રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. તે પાકિસ્તાનો બાબર આઝમથી પાછળ છે જ્યારે લોકેશ રાહુલ 31 થી 27 માં સ્થાને પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 35 અને 64 રનની ઇનિંગ રમીને બેટ્સમેનોમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 42મી રેન્કિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે અને ઋષભ પંતે ટોપ 100 માં પ્રવેશ કર્યો છે.
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અંતિમ મેચમાં 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેને નવ સ્થાનનો ફાયદો થયો હતો અને તે 11માં સ્થાને પહોંચ્યો છે. જે સપ્ટેમ્બર 2017 માં તેના 10 માં સ્થાન પછીની શ્રેષ્ઠ રેન્કિંગ છે. શાર્દુલ ઠાકુરે આ મેચમાં 67 રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેના કારણે તે 93 માંથી 80માં સ્થાને પહોંચી ગયો છે.