આફ્રિકન ટીમની ઇનિંગ્સમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી, જેમાં ઓપનિંગ બેટ્સમેન રેયાન રિકલ્ટનના બેટમાંથી 259 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ 600 રન બનાવતા જ પાકિસ્તાન ટીમના નામે એક ખરાબ રેકોર્ડ જોડાઈ ગયો. 2021 થી ટેસ્ટ ક્રિકેટમાં, 11 વખત ત્રણ બેટ્સમેનોએ એક ઇનિંગમાં સદી ફટકારી છે, જેમાંથી ત્રણ વખત પાકિસ્તાની ટીમ સામે આવું બન્યું છે, જે અન્ય કોઈપણ ટીમની સરખામણીમાં સૌથી વધુ છે.
WTCમાં 9 વખત 600 પ્લસનો સ્કોર કરવામાં આવ્યો છે
એટલું જ નહીં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી એક ઈનિંગમાં 600 પ્લસનો ટીમનો સ્કોર માત્ર 9 વખત જોવા મળ્યો છે, જેમાંથી 5 વખત પાકિસ્તાન સામે બન્યું છે. દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે એક-એક વખત આવું બન્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાનના બોલરોએ ટેસ્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે.
દક્ષિણ આફ્રિકાએ જોરદાર સ્કોર બનાવ્યો હતો
મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 615 રન બનાવ્યા હતા. રેયાન રિકલ્ટને 259 રનની ઇનિંગ અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ સદી ફટકારી હતી. આ સિવાય આફ્રિકા ટીમનો વિકેટકીપર બેટ્સમેન કાયલ વોરેન પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. માર્કો જેન્સન (62) અને કેશવ મહારાજ (40)એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી સલમાન આગા અને અબ્બાસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.