ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે ( travis head record ) એવી તોફાન મચાવી હતી કે રેકોર્ડની શ્રેણી સર્જાઈ હતી. ટ્રેવિસ હેડની વિસ્ફોટક સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ ન માત્ર 316 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો પરંતુ વનડેમાં સતત 13મી જીત નોંધાવીને રેકોર્ડ પણ બનાવ્યો. ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે પ્રથમ બેટિંગ કરતા યજમાન ઈંગ્લેન્ડે બેન ડકેટના 95 રન અને વિલ જેક્સના 62 રનના આધારે 49.4 ઓવરમાં 315 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી. એડમ ઝમ્પા અને માર્નસ લાબુશેને 3-3 વિકેટ લીધી હતી.
હેડે નવો રેકોર્ડ બનાવ્યો
ઈંગ્લેન્ડ (England cricket team ) ના 315 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ( Australia cricket team ) ની ઈનિંગ્સની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને પહેલો ફટકો ચોથી ઓવરમાં મિશેલ માર્શના રૂપમાં લાગ્યો હતો. જો કે આ પછી ટ્રેવિસ હેડે એક છેડો પકડીને માર્નસ લાબુશેન સાથે મળીને ઇંગ્લિશ બોલરોને એવી રીતે હરાવ્યા કે 316 રનના લક્ષ્યનો પીછો માત્ર 44 ઓવરમાં જ થઈ ગયો.
ટ્રેવિસ હેડે માત્ર 129 બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથે 154 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 20 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. આ ઈનિંગની મદદથી તેણે નવો ઈતિહાસ રચ્યો. વાસ્તવમાં ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડ સામે બીજી વખત વનડેમાં 150થી વધુ રન બનાવ્યા હતા. આ રીતે, તે ODI ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 150 થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. ODIમાં હેડનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા તેણે નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે મેલબોર્નમાં 152 રનની ઈનિંગ રમી હતી.
રોહિતનો રેકોર્ડ તૂટી ગયો
આટલું જ નહીં, હેડ નોટિંગહામમાં ODIમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધુ ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે હતો. રોહિતે જુલાઈ 2018માં ઈંગ્લેન્ડ સામે 137 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ભારતને 8 વિકેટે જીત અપાવ્યું હતું.
AUS vs ENG ODI મેચમાં સર્વોચ્ચ સ્કોર
161* – શેન વોટસન, મેલબોર્ન, 2011
154* – ટ્રેવિસ હેડ, નોટિંગહામ, 2024*
152 – ટ્રેવિસ હેડ, મેલબોર્ન, 2022
145 – ડીન જોન્સ, બ્રિસ્બેન, 1990
143 – શેન વોટસન, સાઉધમ્પ્ટન, 2013
ODI મેચની એક ઇનિંગમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન
24 – ડેવિડ વોર્નર વિ દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન, 2016
21 – ગ્લેન મેક્સવેલ વિ અફઘાનિસ્તાન, વાનખેડે, 2023
20 – ટ્રેવિસ હેડ વિ ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2024*
ટ્રેવિસ હેડે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 સદી ફટકારી છે. હેડે જ્યારે પણ સદી ફટકારી છે ત્યારે ઓસ્ટ્રેલિયા જીતવામાં સફળ રહ્યું છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ સફર ક્યાં સુધી ચાલુ રહે છે.
ODIમાં સૌથી ઓછા બોલમાં 154 રન બનાવનાર
129- ટ્રેવિસ હેડ (2024), ગિલક્રિસ્ટ (1999)
134 – વિરાટ કોહલી (2016), હાશિમ અમલા (2017)
138 – તમીમ ઇકબાલ (2009)
140 – એન્ડ્રુ સ્ટ્રોસ (2010)
163 – કેલમ મેકલિયોડ (2017)
આ પણ વાંચો – ટેસ્ટ મેચમાં લાલ બોલ જ કેમ ઉપયોગ થાય છે? જાણો ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ