- સ્ટેડિયમનું 3 કરોડ 16 લાખ રૂપિયાનું બાકી વીજ બિલ બાકી, વીજ કનેકશન કપાયુ
- આજે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 મેચ રમાવાની છે
આજે છત્તીસગઢની રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 મેચ રમાવાની છે..રાયપુરમા આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચને જોવા માટે લોકો દૂર-દૂરથી ઉમટી પડ્યા છે. પરંતુ આ દરમિયાન આશ્ચર્યની વાત એ છે કે જે ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચ રમાશે તેની લાઈટો હજુ બંધ જોવા મળી રહી છે.
કારણ કે છત્તીસગઢ વિદ્યુત વિભાગે રાયપુર ક્રિકેટ સ્ટેડિયમનું વીજળી કનેક્શન કાપી નાખ્યું છે. તેનું કારણ એ છે કે સ્ટેડિયમનું 3 કરોડ 16 લાખ રૂપિયાનું બાકી વીજ બિલ જમા થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, 2009થી વીજળીનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. આજે સાંજે 7 વાગ્યાથી નાઇટ ટી-20 મેચ રમાવાની છે, તો સવાલ ઉઠી રહ્યા છે કે રાત્રે યોજાનારી આ મેચમાં વીજળી ક્યાંથી આવશે. આને કેવી રીતે થશે T-20 મેચ? તેવા સવાલો પણ થઈ રહ્યા છે..
છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનને શરૂઆતથી જ ચિંતા હતી કે વધારાની વીજળીની વ્યવસ્થા કરવી પડશે. પરંતુ તે દરમિયાન, છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશને સમગ્ર ક્રિકેટ સ્ટેડિયમને પાવર આપવા માટે ડીજી જનરેટરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. સંસ્થાનું માનવું છે કે સ્ટેડિયમમાં નાઇટ મેચ યોજવા માટે જનરેટરમાંથી મળતો પાવર પૂરતો છે. બહારથી લેવામાં આવતી વીજળી સ્ટેડિયમ માટે પૂરતી ન હોવાથી સંસ્થાએ 2 ડીજી જનરેટરની વ્યવસ્થા કરી છે. તે જ સમયે, છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન વીજળી વિભાગના રૂ. 3 કરોડથી વધુના બાકી વીજળી બિલ અંગે મૌન સેવી રહ્યું છે.