ભારતીય ક્રિકેટ ટીમ Indian Cricket Teamના ફિલ્ડીંગ કોચ fielding coach આર શ્રીધર નો એક વિડીયો સોશિયલ મીડિયા Social Media માં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાત એમ છે કે આ વિડીયોમાં શ્રીધર પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નકલ કરતા જોવા મળ્યા છે. જેના કારણે વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો છે.ખરેખરમાં આ વિડીયો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના World Test Championship પહેલા દિવસે બહાર આવ્યો છે.
વરસાદના કારણે પહેલા દિવસની રમત રદ કરવામાં આવી હતી.
આ બાદ શ્રીધર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. અને ટેબલ પર પડેલી કોકની બોટલ જોઇને તેમણે રોનાલ્ડોની નકલ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ cokeની કાચની બે બોટલ હટાવતા કંપનીને 30 હજાર કરોડનું નુકસાન!!

શ્રીધર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ત્યારે કોકા કોલા અને પાણીની બોટલો સામેના ટેબલ પર રાખવામાં આવી હતી. તેઓ એ આ જોઇને તરત જ coca cola કોકાકોલાની બોટલ હાથમાં લીધી અને મજાકમાં કહ્યું કે શું હું આણે હટાવી દઉં? એટલું જ નહીં આ બાદ પણ ફિલ્ડિંગ કોચ તેમના મજાકિયા અંદાજમાં આગળ કહે છે કે જો હું આને અહિયાંથી હટાવી દઉં તો આની કિંમત કેટલી રહેશે?તાજેતરમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો cristiano ronaldo ગુસ્સાથી યુરો કપ મેચ euro cup બાદની પ્રેસ કોન્ફરન્સ પહેલાં તેના ટેબલ પર રાખેલી કોકા-કોલાની બે બોટલ હટાવી દીધી હતી. જેને લઈને સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો હતો.

રોનાલ્ડોએ તે સમયે કહ્યું હતી કે કોકાકોલા પીવાની જગ્યાએ લોકોએ વધુને વધુ પાણી Water પીવા પર ધ્યાન આપવું જોઈએ. કેમ કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક Healthy હોય છે. આ ઘટના પોર્ટુગલ ટીમ સામેની યુરો 2020 ની હંગેરી મેચ પહેલા બની હતી. આ સ્ટાર સ્ટ્રાઈકરે તેની સામેથી કોકાકોલાની બે બોટલ કાઢી દીધી હતી, ત્યારબાદ તેને બનાવનારી કંપની, કોકાકોલા ને લગભગ 293 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક