ODI વર્લ્ડ કપ હમણાં પૂરો થયો ત્યાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ પૈકી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી છે. ત્યારે ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર આઈપીએલમાં સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ તેવી સંભાવના સેવાઈ રહી છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. આ સાથે તેણે પાંચ IPL ટાઇટલ પણ જીત્યા છે. પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ હવે રોહિતથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે. ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને રિલીઝ કરી શકે છે. IPL 2024 શરૂ થવામાં લગભગ 4-5 મહિના બાકી છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો ગોઠવવામાં વ્યસ્ત છે. ખેલાડીઓને બહાર કાઢવા અને જાળવી રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખેલાડીઓને લઈને પણ આવા સમાચાર આવવા લાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને બહારનો રસ્તો બતાવી શકે છે.
પંજાબે IPL 2023ની મીની હરાજીમાં સેમ કુરનનો સમાવેશ કર્યો હતો. સેમને પંજાબ કિંગ્સે 18.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેને મળેલી જંગી કિંમત પ્રમાણે તે પ્રદર્શન કરી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે IPL 2023માં સેમ કુરેને 14 મેચમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા અને માત્ર 10 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 276 રન બનાવ્યા હતા. શિખર ધવન ઈજાગ્રસ્ત થયો ત્યારે તેણે ઘણી મેચોમાં પંજાબની કેપ્ટનશિપ પણ કરી હતી. પરંતુ કોઈપણ મોરચે છાપ છોડવામાં નિષ્ફળ ગયા.