એશિયન ગેમ્સમાં ભારતને ગૌરવ અપાવ્યા બાદ હવે ભારતીય ખેલાડીઓ એશિયન પેરા ગેમ્સમાં પણ પોતાના દેશનો ધ્વજ લહેરાવી રહ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં આજે ભારતની શાનદાર શરૂઆત થઇ હતી.
સચિન ખિલારીએ પુરુષોની ગોળા ફેંક એફ 46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં એશિયન પેરા ગેમ્સમાં કુલ 68 મેડલ જીત્યા છે જેમાં 16 ગોલ્ડ, 20 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એશિયન પેરા ગેમ્સ 2023માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. પ્રધાન મંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 1500m-T13 સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ શંકરપ્પાને અભિનંદન પાઠવ્યા હતા. Shankarappa તે સિવાય મેન્સ 100 મીટર ટી-35 ઇવેન્ટમાં ભારતના પેરા એથ્લેટ નારાયણ ઠાકુરે (Narayan Thakur) 14.37 સેકન્ડ સમય સાથે ત્રીજુ સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એશિયન પેરા ગેમ્સમાં પોતાનો બીજો મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત એશિયન પેરા ગેમ્સમાં ચોથા દિવસે શ્રેયાંશ ત્રિવેદી (Shreyansh Trivedi)એ મેન્સ 100 મીટર ટી-37 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રેયાંશે પણ asian para games 2023 માં પોતાનો બીજો મેડલ જીત્યો
ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે (Sumit Antilles) ઈતિહાસ રચ્યો હતો. તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે 73.29 મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે (Pushpendra Singh) 62.06 મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પ્રાચી યાદવ (Prachi Yadav) મંગળવારે અહીં એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનોઇંગ (સેઇલ સેલિંગ)માં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો હતો.