ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ અઝરૂદ્દીન બાદ હવે સૌરવ ગાંગુલીના જીવન પર બાયોપિક બનવાના સમાચાર આવી રહ્યા છે. સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રહી ચુક્યા છે. પૂર્વ ક્રિકેટર અને હાલના ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ પ્રોજેક્ટ માટે સહમતી આપી દીધી છે. હેવાલોનું માણીયે તો આ એક મોટા બજેટની ફિલ્મ હશે. અંદાજે 200 થી 250 કરોડના ખર્ચે આ ફિલ્મ બનશે. એમ પણ જાણવા મળી રહ્યું છે કે રણબીર કપૂર સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે.
એક ઇન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ આ વાતની જાણકારી આપી હતી કે તેમના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. સૌરવે કહ્યું કે, હા, મેં બાયોપિક બનાવવા માટે સહમતી આપી દીધી છે. આ ફિલ્મ હિન્દીમાં હશે. પરંતુ, હજુ મારા માટે ડાયરેક્ટરની જાહેરાત નથી કરવામાં આવી. તમામ બાબતો જયારે ફાઇનલ થઇ જશે તો અમે આ અંગે ફેન્સને જાણ કરીશું.
હેવાલોનું માણીયે તો ફિલ્મની પટકથા લખાઈ ગઈ છે. પ્રોડક્શન હાઉસ પણ સૌરવની અનેક વાર મુલાકાત લઇ ચૂક્યું છે. સૂત્રોનું કહેવું છે કે પ્રોડક્શન હાઉસે લીડ રોલ માટે એક્ટરનું નામ પણ નક્કી કરી દીધું છે. પરંતુ 2 અભિનેતા છે જેમના નામ વિષે વિચાર કરવામાં આવી રહ્યો છે જો કે હજુ કઈ કન્ફર્મ નથી થયું.
થોડા સમય પહેલા નેહા ધૂપિયાએ સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવવા માટે રિતિક રોશનનું નામ સજેસ્ટ કર્યું હતું. આના પર સૌરવ ગંગુલે જણાવ્યું હતું કે, ‘તેના માટે તેમણે મારા જેવી બોડી બનાવવી પડશે. ઘણા લોકોને રીતિકની બોડી પસંદ છે. તેઓ સારા દેખાય છે, મસ્ક્યુલર છે પછી લોકો મને કહેશે કે મારે રિતિક જેવો બોડી હોવી જોઈએ. પરંતુ રિતિકે મારા જેવી બોડી બનાવવી અઘરું થઇ જશે.”