૧૧મા ખેલમહાકુંભ અંતર્ગત રાજયકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. ખાસ કરીને આ વખતનો ખેલ મહાકુંભ ખાસ એટલા માટે રહ્યો હતો કેમ કે, વડાપ્રધાન કે જેમને તેની શરૂઆત ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી અને સ ઉદઘાટન પણ તેમના હાથે કરવામાં આવ્યું હતું.
રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેરના ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી,ચાંદખેડા ખાતે રાજયકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા ખુલ્લી મુકાઇ હતી. ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત તારીખ ૨૭થી ૨૯ મે દરમિયાન સૌ પ્રથમ વખત ભાઈઓ માટે રાજ્યકક્ષાની ઘોડેસવારી સ્પર્ધા યોજાઇ છે. આ હોર્સ જમ્પિંગ ઇવેન્ટમાં અશ્વરોહકોએ ઉત્સાહભેર
ભાગ લીધો. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. અર્જુન રાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ઉદઘાટન સમારોહમાં ડૉ. કે.એન.ખેર (કુલસચિવ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) મુખ્ય મહેમાન તરીકે તેમજ રમતગમત સેલના પ્રમુખ શ્રી મનીષભાઇ પટેલ તથા ઇકવેસ્ટેરીયન
સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી સંજયભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી(અમદાવાદ શહેર)શ્રી એસ. આર. રાઠોડ તેમજ જી.ટી.યુ.ના સ્પોર્ટ્સ ઓફિસર ડો.આકાશ ગોહિલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.