BCCI ના અધ્યક્ષ અને ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી નો આજે જન્મદિવસ છે. દાદા, મહારાજ અને પ્રિન્સ ઓફ કલકત્તા ના નામ થી ફેન્સમાં જાણીતા ગાંગુલીનો જન્મ 8 જૂલાઇ 1972માં થયો હતો. ગાંગુલીનો આજે 49મો જન્મ દિવસ છે. ગાંગુલીની ગણના ભારતના સફળ કેપ્ટનો પૈકી કરવામાં આવે છે.ગાંગુલીએ 2001 ના દરમ્યાન રમાયેલી કલક્તા ટેસ્ટ દરમ્યાન ભારતે યાદગાર જીત મેળવી હતી. જે મેચમાં ભારત ઓસ્ટ્રેલીયા સામે ફોલોઅન થવા છતાં જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. જે યાદગાર ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણના બેટીંગ ક્રમાંકમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. જે મહત્વનો સાબિત થયો હતો. લક્ષ્મણે ત્રીજા ક્રમાંકે રમવા માટે બીજી ઇનીંગમાં મેદાને ઉતાર્યો હતો. લક્ષ્મણે તે નિર્ણય યોગ્ય ઠેરવતા 281 રનની ઇનીંગ રમી હતી. જે નિર્ણય ભારતને મેચ જીતાડનારો સાબિત થયો હતો.
ટેનિસ દંપતી ડિવીજ શરણ-સમન્તા મરેએ તેમના વિમ્બલ્ડન મેચ-અપની મજા માણી
પૂર્વ કેપ્ટન ગાંગુલીની ટીમમાં રાહુલ દ્રાવિડ વિકેટ કિપીંગ કરી રહ્યા હતા. કારણ કે નિયમીત વિકેટકિપર બેટ્સમેન નહી મળવાને લઇને ગાંગુલીએ દ્રાવિડને મનાવી રાખ્યા હતા. જેથી ટીમમાં યોગ્ય સંતુલન જળવાઇ રહે. 2004માં ગાંગુલી એ ધોની પર દાવ લગાવ્યો હતો. ટીમ ઇન્ડીયામાં ધોનીને પ્રવેશ આપ્યા બાદ તેની પ્રદર્શન સૌની નજર સામે આજે પણ છે. 2005માં વાઇઝેગ વન ડે ઇન્ટરનેશનલમાં ધોની એ નંબર ત્રણ પર રમતા 148 રન નોંધાવ્યા હતા. ધોનીને નંબર ત્રણ પર મોકલવાનો નિર્ણય ગાંગુલીનો હતો. ધોની ગાંગુલી બાદ ટીમના કેપ્ટન પદને મેળવી શક્યો હતો.વિરેન્દ્ર સહેવાગ ને મધ્યક્રમને બદલે ઓપનર બનાવવાનો નિર્ણય પણ સૌરવ ગાંગુલીનો હતો. જેમાં તે સફળ નિવડ્યો હતો. સહેવાગ મધ્ય ક્રમમાં નંબર 6 પર બેટીંગ કરતો હતો. તેણે મિડલ ઓર્ડરમાં રહીને જ શતક લગાવ્યુ હતુ. ગાંગુલીએ તેને ઓપનર તરીકે શરુઆત કરાવી હતી. જે ત્યાર બાદ સફળ નિર્ણય સાબીત થયો હતો.
સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ દરમ્યાન કેટલીક મહત્વી જીત મેળવી હતી. જેમાં ઓસ્ટ્રેલીયાને ટેસ્ટ શ્રેણીમાં વર્ષ 2001 દરમ્યાન હરાવ્યુ હતુ. ઇંગ્લેંન્ડને વર્ષ 2002 માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં લોર્ડઝના મેદાન પર ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારત વિશ્વકપ 2003 ની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. જોકે વિશ્વકપની ફાઇનલ જીતી શકાયુ નહોતુ. પાકિસ્તાનને તેના જ ઘરમાં 2005માં ભારતે ટેસ્ટ શ્રેણીમાં પરાસ્ત કર્યુ હતુ.ભારતીય ટીમે સૌરવ ગાંગુલીને કેપ્ટનશીપ દરમ્યાન 28 ઓવરસીઝ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં થી 11 ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી. ગાંગુલી એ યુવા ખેલાડીઓમાં વિશ્વાસ જગાવ્યો હતો કે, તેઓ વિદેશમાં પણ ધૂમ મચાવી શકે છે. વિદેશી ધરતી પર પણ જીત મેળવી શકવા કાબેલ છે. જે યુવા ખેલાડીઓએ ટીમ ગાંગુલીને તેની પરિણામ પણ આપ્યુ હતુ.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268